srilankan prime minister ranil wickremesinghe said thank you to india for big help in crisis
મોટી મદદ /
ભારતે નિભાવ્યો પાડોશી ધર્મ: મુશ્કેલ સમયમાં સાથ આપવા માટે શ્રીલંકાનાં નવા વડાપ્રધાને નિર્મલા સિતારમણને કહ્યું થેન્ક યુ
Team VTV08:16 AM, 28 May 22
| Updated: 08:18 AM, 28 May 22
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે ભારતે મોટી મદદ કરી છે જેના કારણે નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ભારતનો આભાર માન્યો હતો.
શ્રીલંકાની અર્થવ્યવસ્થાને પાછી લાવવા માટે ભારતની મદદ
નવા વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ માન્યો આભાર
બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આતુર
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની અર્થવ્યવસ્થાને પાછી લાવવા માટે ઘણા દેશો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ દેશોમાં સૌથી વધુ યોગદાન આપનાર દેશ ભારત છે. ભારત શ્રીલંકાને દવાઓ માટે અનાજ પુરું પાડી રહ્યું છે.
સળંગ બે ટ્વીટ કર્યા
આ કારણે શ્રીલંકાના નવા વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ આ મુશ્કેલ સમયમાં આપવામાં આવેલી મદદ માટે ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો છે. વિક્રમસિંઘેએ સળંગ બે ટ્વીટ કર્યા હતા. પ્રથમ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે મેં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે વાતચીત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં ભારત દ્વારા આપવામાં આવેલા સમર્થન માટે મેં તેમનો આભાર માન્યો હતો. હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું.
ભારત અને જાપાનનો આભાર
વિક્રમસિંઘેએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે હું ક્વાડ સભ્યો (યુએસએ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા) માટે વિદેશી સહાય એસોસિએશનની સ્થાપનામાં નેતૃત્વ કરવાના પ્રસ્તાવ પર ભારત અને જાપાનના પોઝિટીવી રિસ્પોન્સ માટે આભારી છું.
શ્રીલંકાને ભારતની મદદ, 25 ટન આવશ્યક દવાઓ પહોંચાડી
આર્થિક સંકટને કારણે આવશ્યક દવાઓની અછતનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતે 25 ટન દવાઓ સોંપી છે. જેની કિંમત 26 કરોડ શ્રીલંકન રૂપિયા જેટલી થાય છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કરીને આ જાણકારી આપી. કાર્યકારી હાઈ કમિશનર વિનોદ કે જેકબે કોલંબોમાં શ્રીલંકાના સ્વાસ્થ્ય મંત્રી કેહેલિયા રામબુકાવાલાને આ મદદનો સમાન સોંપ્યો હતો.
શ્રીલંકાના માછીમારોને કેરોસીનની મદદ
INS ઘરિયાલ પર માનવતાવાદી સહાય તરીકે શ્રીલંકાના માછીમારો માટે ભારતમાંથી કેરોસીન પણ લાવવામાં આવ્યું છે. ટૂંક સમયમાં લાભાર્થીઓને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. ગયા મહિને, ભારતે શ્રીલંકા માટે ઉધારીની મર્યાદામાં કરોડ ડોલરનો વધારો કર્યો હતો કારણ કે હાલ આ ટાપુ રાષ્ટ્ર પાસે તેલની આયાત કરવા માટે વિદેશી હૂંડિયામણ નથી.
દેશની એકમાત્ર રિફાઈનરીમાં બે મહિના બાદ કામ શરૂ થયું
શ્રીલંકાની એકમાત્ર રિફાઇનરી, જે બે મહિનાથી વધુ સમયથી બંધ છે, તેણે શુક્રવારે ફરીથી કામ શરૂ કર્યું અને તેને રશિયન ક્રૂડ પણ મળવાનું શરૂ થયું છે. સપુગાસ્કંદા ઓઈલ રિફાઈનરી પાંચ દાયકા કરતાં પણ જૂની છે. તેની ક્ષમતા 50 હજાર બેરલ પ્રતિ દિવસ છે. જો કે સારી બાબત એ છે કે આઝાદી બાદ સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલો આ ટાપુ દેશ આ પડકારનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.