વીજ સંકટ ઓછું કરવા માટે ભારતે શ્રીલંકાને અત્યાર સુધી 270000 મેટ્રિક ટનથી વધુ ઈંધણ આપ્યું છે જેથી દેશમાં વીજળી સંકટ ઓછું કરવામાં મદદ મળી શકે.
ભારતે શ્રીલંકાને મદદ કરતા પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ માન્યો આભાર
અમારા મોટા ભાઈ ભારતે હંમેશા અમારી મદદ કરીઃ સનથ જયસૂર્યા
ભારતે શ્રીલંકાને અત્યાર સુધી 270000 મેટ્રિક ટનથી વધુ ઈંધણની મદદ કરી
શ્રીલંકા ગંભીર આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે. ડીઝલ-પેટ્રોલથી લઇને ખાવા પીવાની વસ્તુઓ અને પાવર કડની ગંભીર સમસ્યાથી લોકો જજૂમી રહ્યા છે. આ વચ્ચે ભારતથી શ્રીલંકાને મદદ મળવા પર દેશના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ વખાણ કર્યા છે. તેમણે ભારતને મોટો ભાઇ ગણાવ્યો. સાથે જ ભારત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્વીપ રાષ્ટ્રને મદદ મોકલવા માટે વખાણ કર્યા છે. શ્રીલંકા આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે. સનથ જયસૂર્યાએ કહ્યું કે એક પાડોશી અને અમારા મોટાભાઈ તરીકે ભારતે હંમેશા અમારી મદદ કરી છે. અમે ભારત સરકાર અને પ્રધાનમંત્રી મોદીના આભારી છીએ. અમારા માટે હાલની સ્થિતિમાં જીવતુ રહેવું સરળ નથી. અમે ભારત અને બીજા દેશોની મદદથી ગંભીર સંકટથી બહાર આવવાની આશા કરીએ છીએ.
શ્રીલંકાને મદદ માટે જયસૂર્યાએ ભારતના કર્યા વખાણ
જણાવી દઇએ કે ભારતે શ્રીલંકાને અત્યાર સુધી 27000 મેટ્રિક ટનથી વધુ ઈંધણ પુરૂ પાડ્યું છે. જેથી દેશમાં વીજ સંકટને ઓછું કરવામાં મદદ મળી શકે. શ્રીલંકાના લોકો ગંભીર વીજ કટોકટીનો સામનો કરી રહ્યા છે. શ્રીલંકા ભોજન અને ઇંઘણની અછત સાથે એક ગંભીર આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા છે જેનાથી દ્વીપ રાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થઇ રહ્યા છે. કોવિડ 19 મહામારીની શરૂઆત બાદથી અહીં અર્થવ્યવસ્થામાં ઘટાડો યથાવત્ છે. સરકારની આવકમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. પ્રવાસન વ્યવસાય તમામ રીતે ચોપટ છે.
પેટ્રોલ-ડીઝલ અને મેડિસન મોકલીને શ્રીલંકાની મદદ કરી
છેલ્લા 24 કલાકમાં 36,000 મેટ્રિક ટન પેટ્રોલ અને 40,000 મેટ્રિક ટન ડીઝલની એક ખેપ શ્રીલંકાને આપવામાં આવી હતી. કોલંબોમાં ભારતીય એમ્બેસીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે ભારતીય મદદ હેઠળ અલગ અલગ ઈંધણની કુલ જરૂરિયાત હવે 270000 વ્યક્ત કરી કારણ કે દેશમાં મેડિસીનની પણ ભારે અછત છે. તેમણે કહ્યું કે, આ અમારા માટે ઘણી મોટી મદદ છે. ઉલ્લેખનીય છે કે ડૉલરના અનુસાર શ્રીલંકન રૂપિયો ઝડપથી નીચે આવી રહ્યો છે અને વિદેશ દેવું પણ વધી રહ્યું છે. ભારતે શ્રીલંકાને 1 બિલિયન ડૉલરના ઋષની પણ જાહેરાત કરી છે જેથી દ્વીપ રાષ્ટ્રની ડૂબતી અર્થવ્યવસ્થાથી બહાર આવવામાં મદદ મળી શકે છે.