બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / રોહિત શર્મા ક્રિકેટમાંથી લઈ રહ્યો છે સંન્યાસ! વર્લ્ડ કપ વિજેતા ખેલાડીએ કરી મોટી વાત

હીટમેનની વિદાય કે શું? / રોહિત શર્મા ક્રિકેટમાંથી લઈ રહ્યો છે સંન્યાસ! વર્લ્ડ કપ વિજેતા ખેલાડીએ કરી મોટી વાત

Last Updated: 09:47 PM, 4 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા એક ખેલાડીએ રોહિત શર્માના સંન્યાસને લઈને મોટી વાત કરી છે.

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ હાર્યાં બાદ કેપ્ટન રોહિત શર્મા પર ચારેબાજુથી માછલાં ધોવાઈ રહ્યાં છે. રોહિત શર્માની કેપ્ટનન્સી પર સવાલ ઉઠી રહ્યાં છે. હવે રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતી લઈને પણ વાતો થવા લાગી હતી. 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા કૃષ્ણમાચારી શ્રીકાંતે રોહિત શર્માને લઈને મોટું નિવેદન આપ્યું છે. શ્રીકાંતે કહ્યું કે રોહિતની ઉંમર વધી રહી છે અને જો તે ઓસ્ટ્રેલિયામાં લય નહીં જાળવે અને સારુ પ્રદર્શન નહીં કરે તો તે જાતે જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે. પોતાના યુટ્યુબ શોમાં શ્રીકાંતે કહ્યું કે ટીમ ઈન્ડિયાએ હવે આગળની યોજના બનાવવી પડશે. જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં સારો દેખાવ નહીં કરે તો મને લાગે છે કે તે પોતે જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. તે માત્ર વનડે રમશે.

રોહિતે પોતાની ભૂલ સ્વીકારી તે મોટી વાત

શ્રીકાંતે કહ્યું, “રોહિત શર્માએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, આ મોટી વાત છે. તેણે સ્વીકાર્યું છે કે તે શ્રેણીમાં બેટ્સમેન અને કેપ્ટન તરીકે ફ્લોપ રહ્યો છે. તમારી ભૂલ સ્વીકારવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે તે હવે પોતાને સુધારશે.

રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં ફ્લોપ

તાજેતરના સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેણે છેલ્લી 10 ઇનિંગ્સમાં 13.30ની એવરેજથી માત્ર 133 રન બનાવ્યા છે. તે જ સમયે, આ વખતે ટીમ ઇન્ડિયા માટે WTC ફાઇનલમાં પહોંચવું પણ મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે WTC ફાઈનલ મેચ રમી હતી. જો ટીમ ઈન્ડિયાને WTC ફાઇનલમાં સ્થાન બનાવવું હોય તો તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 4 મેચ જીતવી પડશે.

રોહિત ટી20માંથી નિવૃતી લઈ ચૂક્યો છે

ઉલ્લેખનીય છે કે રોહિત પહેલેથી જ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી ચૂક્યો છે અને હવે ટેસ્ટમાંથી પણ સંન્યાસની વાતો થઈ રહી છે. જોકે વનડેમાં તે રમવાનુ ચાલું રાખી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India New Zealand Test srikkanth rohit sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ