રાજસ્થાનના એક યુવકે હિંદી માધ્યમમાં મેળવ્યુ પ્રાથમિક શિક્ષણ મેળવીને બન્યો એન્જિનિયર અને હવે ગૂગલે વાર્ષિક કરોડો રુપિયાનું પેકેજ કર્યુ ઑફર
હિન્દીમાં પ્રારંભિક શિક્ષણ મેળવનારને મળી ગૂગલમાં જોબ
રાજસ્થાનના અજમેરના રહેવાસી શ્રીધરને ગૂગલે કરી ઑફર
વાર્ષિક 3.30 કરોડની ગૂગલે કરી ઑફર
આજના યુગમાં લોકો અંગ્રેજી ભાષાને વધારે મહત્વ આપી રહ્યા છે. નાના બાળકથી માંડીને મોટા સૌ કોઇને મનમાં એમ જ છે કે તમારે અંગ્રેજી પાકુ તો તમે કંઇ પણ કરી શકો છો. પરિણામે માતા પિતા પોતાના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકે છે. પંરતુ આપણી રાષ્ટ્રીય ભાષા પ્રત્યે પણ માન હોવુ જરુરી છે. રાષ્ટ્રીય ભાષામાં ભણતર કરીને તમે ઉચ્ચ સ્થાને પહોંચી શકો છો. આવુ જ એક ઉદાહરણ છે રાજસ્થાનનું, જ્યાં હિંદી માધ્યમમાં એક યુવકે પ્રારંભિક અભ્યાસ કર્યો અને હવે ગુગલે આ વ્યક્તિને 3.30 કરોડ રુપિયાનું પેકેજ ઓફર કર્યુ છે.
ગુગલે વાર્ષિક 3.30 કરોડનું પેકેજ કર્યુ ઑફર
આ વ્યક્તિનું નામ શ્રીધર ચંદન છે. રાજસ્થાનના અજમેરના રહેવાસી શ્રીધરે સફળતાની નવી ગાથા લખી છે. ગૂગલે શ્રીધરને રૂ. 3.30 કરોડનું વાર્ષિક પેકેજ ઓફર કર્યું છે. ગૂગલે તેમને સિનિયર ગ્રુપ એન્જિનિયરની પોસ્ટ પર પોસ્ટિંગ આપી છે. શ્રીધરન હાલમાં ન્યૂયોર્કની એક કંપની બ્લૂમબર્ગમાં સિનિયર એન્જિનિયર તરીકે કામ કરે છે.
નાનપણથી ભણવામાં હોંશિયાર
શ્રીધર ચંદન નાનપણથી જ અભ્યાસમાં એટલા બધા કેન્દ્રિત હતા કે તેમણે ન તો માતાની વાત સાંભળી કે ન તો પરિવારના સભ્યોની. તેનું ધ્યાન માત્ર અભ્યાસમાં જ રહેતું. પિતા હરિ ચંદનાએ જણાવ્યુ કે શ્રીધરનો જન્મ 31 ડિસેમ્બર 1985ના રોજ અજમેરની જવાહરલાલ નેહરુ સરકારી હોસ્પિટલમાં થયો હતો. તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ હિન્દી માધ્યમથી કર્યું હતું. આ પછી તેણે અજમેરની સેન્ટ પોલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.
ઇન્ફોસિસમાં પ્રથમ જોબ મળી
પિતાએ જણાવ્યું કે તે 8મા ધોરણના મેરિટમાં આવ્યો હતો. આ પછી, તેણે આદર્શ શાળામાંથી 12મું પાસ કર્યું અને પછી તે AIEEE માં સિલેક્ટ થયો. પુણેથી કોમ્પ્યુટર સાયન્સમાં BEની ડીગ્રી લીધા બાદ શ્રીધર ચંદન સૌપ્રથમ હૈદરાબાદની ઈન્ફોસીસ કંપનીમાં જોડાયા. આ પછી, વર્ષ 2012 માં, તે માસ્ટર ડિગ્રી લેવા માટે અમેરિકા ગયો. ત્યાંની વર્જિનિયા ટેક યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેને બ્લૂમબર્ગમાં નોકરી મળી.
સામાન્ય પરિવારથી આવે છે શ્રીધર
શ્રીધર સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા નાનપણમાં તેઓ લાકડા અને કોલસાની કંપનીમાં કામ કરતા હતા. જો કે પિતાએ એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને ગુજરાતના મોરબીમાં નોકરી મળી હતી. પિતાએ જણાવ્યુ કે શ્રીધર હાયર સ્ટડીની સાથે સાથે નોકરી પણ કરતો હતો. તેણે 2021માં રજા લઇને ભણવા પર ફોકસ કર્યુ જે બાદ તેનુ ગુગલમાં સિલેક્શન થઇ ગયું.