શ્રીલંકામાં સૌથી વિનાશક શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં માર્યા ગયેલાં લોકોની સંખ્યા આખરે વધીને 290 થઈ ગઈ છે. રવિવારનાં ઇસ્ટરનાં તહેવાર પર ચર્ચો અને હોટલ સહિતનાં એમ કુલ 8 સિરિયલ બ્લાસ્ટ્સ થયા હતાં. આ હુમલામાં 450થી પણ વધુ લોકો ઘાયલ થયા હતાં.
આમાંથી ઘણાં લોકોની હાલત તો ખૂબ ગંભીર છે. દરમિયાન, શ્રીલંકા પોલીસને કોલંબોનાં મુખ્ય બસ સ્ટેન્ડ પર 87 બોમ્બ ડેટોનેટર્સ મળ્યાં હતાં. જ્યારે કોલંબોમાં જ એક ચર્ચ નજીક બોમ્બને ડિફ્યુઝ કરતી વખતે વાનમાં એકાએક બોમ્બ બ્લાસ્ટ થઇ ગયો હતો. જો કે સદનસીબે તેમાં કોઈ જાનહાનિ નથી થઇ. શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મેત્રીપલા સિરીસેનાએ સોમવારનાં મધ્યરાત્રિથી સમગ્ર દેશભરમાં ઇમરજન્સી અમલમાં મૂકવાની જાહેરાત કરી દીધી છે.
Reuters: An explosion went off in a van near a church in Colombo, #SriLanka when bomb squad officials were trying to defuse it. pic.twitter.com/eBpIUKk7Pt
સીરિયલ વિસ્ફોટની તપાસ કરી રહેલ શ્રીલંકાની પોલીસ અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ કરી ચૂકી છે. બીજી બાજુ સોમવારનાં સવારે કોલંબો એરપોર્ટ નજીક બીજો એક બોમ્બ મળી આવ્યો. તે સમયે સુરક્ષાદળોએ સમયને ધ્યાનમાં રાખીને બોમ્બને ડિફ્યુઝ કર્યો હતો. આ હુમલામાં 4 ભારતીયોનાં પણ મોત થયાં છે. રવિવારનાં રાત્રી સુધીમાં મૃતકોની સંખ્યા 215 હતી.
આ હુમલા બાદ અફવાઓને ટાળવા માટે દેશભરમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધિ લગાવી દેવામાં આવ્યો છે. તે જ સાંજનાં 6 કલાકથી સવારનાં 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સવારનાં 6 વાગ્યાથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો. સિવિલ વોર પછીનાં છેલ્લાં 10 વર્ષથી આ ટાપુ દેશ શાંત રહ્યો છે કે જે રવિવારનાં રોજ સિરિયલ બ્લાસ્ટથી હલબલી ઉઠ્યું. મોટા ભાગનાં બ્લાસ્ટ રાજધાની કોલંબોમાં જ થયાં છે.
ભારત પણ આ હુમલા પર નજર બનાવી રાખેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાનાં પ્રમુખ મૈત્રીપાલા સિરિસેના અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે સાથે ફોન પર પણ વાત કરી હતી અને આતંકવાદી હુમલાને ક્રૂર અને બર્બર આતંકવાદી હુમલા તરીકે ગણાવ્યો. વડાપ્રધાન મોદીએ ગઇ કાલે જ કહી દીધું હતું કે, 'તેઓ આ ભીષણ હુમલાનો સામનો કરી રહેલાં પાડોશી દેશ સાથે દૃઢપણે ઉભાં છે.
વડાપ્રધાન મોદીએ પણ શ્રીલંકાને શક્ય બધી જ સહાય આપવાની વાત કરી હતી. આ હુમલામાં ચાર ભારતીયો, પીએસ રજિના, લક્ષ્મી, નારાયણ ચંદ્રશેખર અને રમેશનું મોત થયું હતું. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ કહ્યું હતું કે આ સમગ્ર બાબત પર નજર રાખવામાં આવી રહી છે.