બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / sri lanka president gotabaya rajapaksa flees after protesters surround his residence

હલ્લાબોલ / શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ હોબાળો: ઘર છોડીને ભાગ્યા રાષ્ટ્રપતિ રાજપક્ષે, લોકોએ ચોતરફી કર્યો ઘેરાવ

Pravin

Last Updated: 03:24 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ચારેતરફથી ઘેરાવ કર્યો છે.

  • શ્રીલંકામાં રસ્તા પર ઉતર્યા લોકો
  • રાષ્ટ્રપતિના નિવાસસ્થાને કર્યો ઘેરાવ
  • વિરોધ પ્રદર્શન જોઈ ઘર છોડી ભાગ્યા રાષ્ટ્રપતિ

શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ચારેતરફથી ઘેરાવ કર્યો છે. જે બાદ તેમને પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું હતું. આ અગાઉ પણ સમાચાર આવ્યા હતા કે, શ્રીલંકમાં ટોપના વકીલો, માનવાધિકાર ગ્રુપ અને રાજકીય પાર્ટીઓના સતત પ્રેશર બાદ પોલીસે શનિવારે સરકાર વિરોધી પ્રદર્શનો પહેલા કર્ફ્યૂ હટાવી દીધો હતો. આ કર્ફ્યૂ સરકાર વિરોધી પ્રદર્શનોને રોકવા માટે કોલંબો સહિત દેશના પશ્ચિમી પ્રાંતમાં સાત ડિવિજનમાં લગાવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર પશ્ચિમી પ્રાંતમાં સાત પોલીસ ડિવિજનમાં કર્ફ્યૂ લગાવ્યો હતો, જેમાં નેગોંબો, કેલાનિયા, નુગેગોડા, માઉંટ લાવિનિયા, ઉત્તરી કોલંબો, દક્ષિણ કોલંબો અને કોલંબો સેન્ટ્રલનો સમાવેશ થાય છે. આ કર્ફ્યૂ શુક્રવાર રાતના નવ વાગ્યાથી આગામી સૂચના સુધી અમલમાં રહેશે. આઈજીપી સીડી વિક્રમરત્ને એ શુક્રવારે ઘોષણા કરી હતી કે, જે વિસ્તારમાં પોલીસ કર્ફ્યૂ લાગૂ કર્યો છે ત્યાં રહેનારા લોકોએ પોતાના ઘરોમાં જ રહેવું જોઈએ અને કર્ફયૂનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

બાર એસોસિએશને કર્ફ્યૂનો કર્યો વિરોધ

શ્રીલંકાના બાર એસોસિએશને પોલીસ કર્ફ્યુનો વિરોધ કરતા તેને ગેરકાયદેસર અને મૌલિક અધિકારોનું હનન ગણાવ્યું હતું. બાર એસોસિએશને એક નિવેદનમાં કહ્યું છે કે, આ પ્રકારનો કર્ફ્યૂ સ્પષ્ટ રીતે ગેરકાયદે છે અને અમારા દેશના લોકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. જે પોતાના મૂળ અધિકારોની રક્ષા કરવામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમની સરકારની નિષ્ફળતાનો વિરોધ કરી રહ્યા છે. શ્રીલંકામાં માનવાધિકાર આયોગે પોલીસ કર્ફ્યૂને માનવિધાકારનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gotabaya Rajapaksa political crisis protest sri lanka president shrilanka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ