બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / Sri Lanka: Photo of couple kissing during anti-government protests goes viral

મજાની ઘટના / શ્રીલંકામાં વિરોધ પ્રદર્શનની વચ્ચે કપલની કિસ કરતી તસવીર વાયરલ, હજારો લોકો જોતા જ રહી ગયા

Hiralal

Last Updated: 08:42 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકામાં સરકાર વિરોધ દેખાવ દરમિયાન એક કપલનો રોમાન્સની તસવીર વાયરલ થઈ છે.

  • શ્રીલંકામાં સરકાર વિરોધી દેખાવ દરમિયાન કપલનો રોમાન્સ આવ્યો સામે
  • એક કપલે ઊંચે ચડીને એકબીજાને કિસ કરી
  • નીચે હજારો લોકો જોતા જ રહી ગયા 

શ્રીલંકામાં ભારેખમ સમયની વચ્ચે એક હળવાશભરી ઘટના બની હતી. હજારો લોકો સરકાર વિરોધી દેખાવમાં ભાગ લઈ રહ્યાં છે તેમાં એક કપલે પણ ભાગ લીધો પરંતુ આવી વિસ્ફોટક સ્થિતિની વચ્ચે પણ કપલ રોમાન્સ કરવાનું ન ભૂલ્યું અને હજારો લોકોની હાજરીમા ઊંચે જઈને રોમાન્સ કરવા લાગ્યું હતું. આ કપલનો કિસ કરતો એક ફોટો વાયરલ થયો છે.

કપલે ઊંચી જગ્યાએ જઈને એકબીજાને કિસ કરી 
હકીકતમાં રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની ઓફિસ પર હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓની ભીડે પીએમ કાર્યાલય પર કબજો કરી લીધો હતો. આ બધાની વચ્ચે એક કપલ રોમાન્સ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તે બંને ઉંચી જગ્યાએ ઉભા રહીને કિસ કરતા નજરે પડે છે અને નીચે હજારો લોકોની ભીડ જોવા મળે છે.

ઘણા લોકોએ કપલને કર્યું ટ્રોલ 
તસવીર વાયરલ થયા બાદ ઘણા લોકો કપલને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું - લાઇમલાઇટ માટે પબ્લિક કિસ કરવામાં આવી છે. બીજાએ લખ્યું હતું - ધ્યાન ખેંચનારા. રાજુ શ્રીવાસ્તવનું મીમ પણ ઘણા લોકો શેર કરી રહ્યા છે. તેમાં લખ્યું છે- હા, પહેલા કરો.

કેનેડામાં તોફાનો વખતે કપલનો કિસ કરતો ફોટો ફેમસ થયો હતો 
રમખાણો દરમિયાન કેનેડાના વાનકુંવરમાં આ કપલનો કિસ કરતો ફોટો દુનિયાભરમાં ફેમસ રહ્યો છે. 15મી જુન, 2011ના રોજ વાનકુવર કેન્ક્સ નેશનલ હોકી લીગની સ્ટેનલી કપ ફાઈનલ્સની સાતમી મેચમાં હારીને બહાર ફેંકાઈ હતી. તેના થોડા સમય બાદ જ શહેરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ દરમિયાન એક કપલ ટીયર ગેસના સેલ વચ્ચે રસ્તા પર સુઇને કિસ કરી રહ્યું હતું અને પોલીસના વાહનો સળગાવી રહ્યા હતા. આ ફોટોએ આખી દુનિયામાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ