ચીનને કન્યાકુમારીથી માત્ર 290 કિલોમીટરના અંતર પર શ્રીલંકાની રાજધાની કોલંબોમાં બનાવી રહ્યું છે પોર્ટ સિટીને પોતાનું ઠેકાણું બનાવ્યું છે.
ચીન કોલંબોમાં બનાવી રહ્યું છે પોર્ટ સિટીને પોતાનું ઠેકાણું
પોર્ટ સિટી કન્યાકુમારીથી માત્ર 290 કિલોમીટરના અંતર પર
કોલંબો પોર્ટ સિટીનું નિર્માણ 269 હેક્ટેયર વિસ્તારમાં થશે
ચીન કોલંબોમાં બનાવી રહ્યું છે પોર્ટ સિટીને પોતાનું ઠેકાણું
પાકિસ્તાન અને નેપાળ બાદ હવે ચીને શ્રીલંકાથી ભારતને ઘેરવાની તૈયારી કરી છે. આ અંતર્ગત ચીનને કન્યાકુમારીથી માત્ર 290 કિલોમીટરના અંતર પર શ્રીલંકાની રાજધાની કોલંબોમાં બનાવી રહ્યું છે પોર્ટ સિટીને પોતાનું ઠેકાણું બનાવ્યું છે. આ પ્રોજેક્ટનો શ્રીલંકામાં ઘણો વિરોધ થયો. મામલો સુપ્રીમ કોર્ટ પણ ગયો તેમ છતાં સરકારે બિલને મંજૂરી આપી દીધી છે.
કોલંબો પોર્ટ સિટીનું નિર્માણ 269 હેક્ટેયર વિસ્તારમાં થશે
શ્રીલંકા સરકારે પોર્ટ સિટીના કન્સ્ટ્રક્શનનો ઠેકો એક ચીની કંપનીને આપ્યો છે. કોલંબો પોર્ટ સિટીનું નિર્માણ 269 હેક્ટેયર વિસ્તારમાં થશે. પ્રધાનમંત્રી મંહિંદા રાજપક્ષેનું કહેવુ છે કે આનાથી 5 વર્ષમાં 2 લાખ રોજગાર મળે. આની સાથે રોકાણ વધશે અને દેશને ફાયદો થશે.
વિપક્ષે કર્યો હતુ વિરોધ
ત્યારે વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો. વિપક્ષનું કહેવુ છે કે આમાં અનેક એવી શરતો છે જેનાથી શ્રીલંકાને ચીનના ભાવી ઉપરોકાણો અથવા ગુલામ બનવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે. આના વિરોધમાં વિપક્ષ તરફથી 24 અરજીઓ દાખલ કરવામાં આવી. શ્રીલંકામાં ગોટબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ અને મહિંદા રાજપક્ષે પ્રધાનમંત્રી છે. બન્ને સગા ભાઈ છે અને દેશમાં આ સમયે તેમની પૂર્ણ બહુમત વાળી સરકાર છે. તેવામાં સરકારે કેટલાક સંશોધન કરીને આને સદનમાં પાસ કરાવી દીધુ.
ચીનને દર્શાવી ચાલબાજી
ચીન પાકિસ્તાન, નેપાળ સહિત અનેક દેશોને ઉધાર આપીને સતત પોતાનો વિસ્તાર કરી રહ્યુ છે. હવે ચીને શ્રીલંકાને લાલચ આપી હતી કે કોલંબો પોર્ટ સિટીમાં પહેલું સ્પેશિયલ ઈકોનોમિક જોન બનશે. અહીં તમામ દેશની કરન્સીમાં વ્યાપાર કર શકાસે. તેવામાં શ્રીલંકા ચીની ચાલમાં ફસાઈ ગયુ. આની પહેલા ચીન હમ્બનટોટા પોર્ટને 99 વર્ષની લીજ પર લઈ ચૂક્યુ છે. હકિકતમાં શ્રીલંકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સુધારા માટે ચીનથી અરબો ડોલરનું ઉધાર લીધું છે.
ભારત માટે વધી શકે છે ચિંતા
કોલંબો પોર્ટ સિટી ભારતની ઘણી નજીક છે. તેવામાં અહીં ચીનનો અડ્ડો જમાવવો ભારક માટે ચિંતાનો વિષય છે. ચીન આ પ્રોજેક્ટ તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે. આની પહેલા શ્રીલંકા સરકારે 2019માં નક્કી કરેલ ભારત- જાપાન અને શ્રીલંકાના ટ્રાન્સશિપમેન્ટ પ્રોજેક્ટને રદ્દ કરી દીધો હતો. જેમાં ભારત અને જાપાનના 49 ટકા શેર હતા.