sri lanka crisis huge shortage of oil gas and food items people suffering from hunger
અન્નનું સંકટ /
શ્રીલંકામાં લોકોને ખાવાના ફાંફા: ખાદ્ય પદાર્થોની ભારે કમી, લોકોએ કહ્યું- મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી !
Team VTV08:18 PM, 20 May 22
| Updated: 08:25 PM, 20 May 22
શ્રીલંકામાં આર્થિક અને ખાદ્ય સંકટના કારણે લોકોનું જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે. હાલત એવી થઈ છે કે, લોકોને એલપીજી ગેસ અને જરૂરી ખાદ્ય પદાર્થો પણ નથી મળતા.
શ્રીલંકામાં લોકોને ખાવાના ફાંફા પડ્યા
લોકોની સામે અનાજની વિકટ સ્થિતિ આવી પડી
સરકાર કરી રહી છે આ પ્રયાસ
શ્રીલંકામાં આર્થિક અને ખાદ્ય સંકટના કારણે લોકોનું જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે. હાલત એવી થઈ છે કે, લોકોને એલપીજી ગેસ અને જરૂરી ખાદ્ય પદાર્થો પણ નથી મળતા. આ તમામની વચ્ચે પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે કહ્યું કે, દેશ હાલ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને સરકાર ખાદ્યાન્ન સંકટના નિવારણ માટે આગામી પ્લાંટિંગ સેશન માટે પુરતું ફર્ટિલાઈઝર ખરીદશે.
પાછલી સરકારે ખાતરની આવક પર રોક લગાવી હતી
હકીકતમાં જોઈએ તો, ગત વર્ષે એપ્રિલમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે કેમિકલ અને ફર્ટિલાઈઝર ઉત્પાદનોની આયાત પર રોક લગાવી દીધી હતી, જેના અભાવે ખેતરમાં પાક ખરાબ થઈ ગયા હતા અને અનાજનું સંકટ આવી પડ્યું હતું. સરકારે ખાવા પીવાની વસ્તુઓ અન્ય દેશોમાંથી મગાવી પડી અને તેના કારણે મોંઘવારી વધી ગઈ.
પ્રધાનમંત્રીએ લોકોને કરી અપીલ
પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે ટ્વિટ કરતા કહ્યું કે, મે અને ઓગસ્ટની સિઝન માટે ખાતર લઈ શકાય નહીં, પણ સપ્ટેમ્બર અને માર્ચની સિઝન માટે ફર્ટિલાઈઝરની વ્યવસ્થા કરવા માટે જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. પીએમ વિક્રમસિંઘે લોકોને અપીલ કરી છે કે, તે હાલતની ગંભીરતાને સમજે અને તેનો સ્વિકાર કરો.
શ્રીલંકામાં હાલના સમયે ફોરેન એક્સચેંજ, તેલ, ખાદ્ય પદાર્થ અને જરૂરી દવાઓની ભારે કમની છે, જેના કારણે અર્થવ્યવસ્થા ખરાબ રીતે કંગાળ થઈ ચુકી છે.
એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, કોલંબોમાં ફળ વેચનારી એક મહિલાએ જણાવ્યું હતું કે, ખબર ન હીં બે મહિનાની અંદર દેશની હાલત કેવી થઈ ગઈ. દેશમાં એક સિલેન્ડરની કિંમત 5 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે એપ્રિલમાં આ કિંમત 2675 રૂપિયા હતી. લાંબી રાહત બાદ ફક્ત 200 સિલેન્ડરની જ ડિલીવરી થઈ છે. ગેસ અને ભઓજન વગર અમે કેવી રીતે જીવી શકીએ. અંતમાં અમારી પાસે ફક્ત એક જ વિકલ્પ રહેશે, અમે ભૂખથી મરી જઈશું.