બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / રાજસ્થાન જીતેલી મેચ હાર્યું, છેલ્લી ઓવરમાં ન બનાવી શક્યા 9 રન, લખનૌની 2 રનથી જીત
Last Updated: 11:31 PM, 19 April 2025
અવેશ ખાનની ઘાતક બોલિંગના દમ પર લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને બે રનથી હરાવ્યું. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા લખનૌએ એડન માર્કરમ અને આયુષ બદોનીની અડધી સદીની ઇનિંગ્સને કારણે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા, પરંતુ જવાબમાં, રાજસ્થાન નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 178 રન જ બનાવી શક્યું હતું.
ADVERTISEMENT
લખનૌ 2 રનથી જીત્યું
અવેશ ખાનની ઘાતક બોલિંગના દમ પર લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને બે રનથી હરાવ્યું. શનિવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા લખનૌએ એડન માર્કરામ અને આયુષ બદોનીની અડધી સદીની ઇનિંગ્સને કારણે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા, પરંતુ જવાબમાં, રાજસ્થાન નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 178 રન જ બનાવી શક્યું હતું. ચાલુ સિઝનમાં લખનૌની આ પાંચમી જીત છે. હવે ટીમ 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, રાજસ્થાન આઠમાંથી છ મેચ હાર્યા બાદ આઠમા સ્થાને સરકી ગયું.
ADVERTISEMENT
લખનૌએ 181 રનનો લક્ષ્યાંક આપ્યો હતો
એડન માર્કરામની અડધી સદી અને આયુષ બદોનીની અડધી સદીની મદદથી લખનૌએ રાજસ્થાનને 181 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.માર્કરામ અને બદોની ઉપરાંત, અબ્દુલ સમદે 10 બોલમાં 30 રનની મજબૂત ઇનિંગ રમી. રાજસ્થાન તરફથી વાનિન્દુ હસરંગાએ બે વિકેટ લીધી જ્યારે જોફ્રા આર્ચર, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડેએ એક-એક વિકેટ લીધી.
Juggle. Fumble. Grab. Got him! 👀
— IndianPremierLeague (@IPL) April 19, 2025
Dhruv Jurel holds onto the edge to dismiss Rishabh Pant 🧤
Updates ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/qeQJxNwUfL
રાજસ્થાનની દમદાર બોલિંગ
આ મેચમાં લખનૌની શરૂઆત ખરાબ રહી હતી. જોફ્રા આર્ચરે મિશેલ માર્શની વિકેટ લીધી. તે ફક્ત ચાર રન જ બનાવી શક્યો. આ પછી સંદીપ શર્માએ નિકોલસ પૂરનને LBW આઉટ કર્યો. તે ફક્ત 11 રન જ બનાવી શક્યો. તો કેપ્ટન ઋષભ પંત ફરી એકવાર મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો. તેણે ફક્ત ત્રણ રન બનાવ્યા.
That's how you wrap up an innings 💥
— IndianPremierLeague (@IPL) April 19, 2025
🎥 Abdul Samad went into slam mode to take #LSG to a total of 180/5 💪
Updates ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/mTQjKq3r5E
એડેન માર્કરામ અને આયુષ બદોનીએ કાર્યભાર સંભાળ્યો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 49 બોલમાં 76 રનની ભાગીદારી થઈ. માર્કરામે 45 બોલમાં 66 રન અને બદોનીએ 34 બોલમાં 50 રન બનાવ્યા.
વધુ વાંચો: યુક્રેન યુદ્ધને લઈ રશિયન રાષ્ટ્રપતિનું મોટું એલાન, પુતિને કરી યુદ્ધવિરામની જાહેરાત
બંને ટીમોની પ્લેઇંગ 11
રાજસ્થાન રોયલ્સઃ યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, રિયાન પરાગ (કેપ્ટન), નીતીશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થિક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
લખનૌ સુપર જાયન્ટ્સ: એડન માર્કરમ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, રવિ બિશ્નોઈ, શાર્દુલ ઠાકુર, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, અવેશ ખાન.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.