બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / બાંગ્લાદેશ-શ્રીલંકાથી પણ નીચે જતું રહ્યું ભારત? તો નંબર વન કોણ, જોઇ લો WTCનું પોઇન્ટ્સ ટેબલ
Last Updated: 12:32 PM, 25 June 2025
ઇંગ્લેન્ડે મંગળવારે (24 જૂન) ભારતને હરાવીને પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી. તેણે હેડિંગ્લી, લીડ્સ ખાતે 371 રનનો લક્ષ્યાંક 5 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યો. ઓપનર બેન ડકેટે 149 અને જેક ક્રાઉલીએ 65 રન બનાવીને ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર મૂકી દીધી. આ બે પછી, જો રૂટે અણનમ 53 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો. છેલ્લા 9 ટેસ્ટ મેચોમાં ભારતનો આ સાતમો પરાજય છે.
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના નવા ચક્રમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ પ્રથમ ટેસ્ટ મેચ હતી. આ હારથી ભારતીય ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ. ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને પહોંચ્યું. બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમો પણ ટીમ ઈન્ડિયાથી આગળ છે. હકીકતમાં, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં અત્યાર સુધીમાં ફક્ત બે ટેસ્ટ મેચ રમાઈ છે. ભારત પર ઈંગ્લેન્ડની જીત પહેલા, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ ડ્રો રહી હતી.
પોઈન્ટ ટેબલ સ્ટેટસ
ADVERTISEMENT
ઇંગ્લેન્ડના 12પોઈન્ટ અને100પોઈન્ટ ટકાવારી (PCT) છે. બાંગ્લાદેશ 33.33 PCT સાથે યાદીમાં બીજા ક્રમે છે. શ્રીલંકા 33.33 PCT સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ, ભારતના ખાતામાં 0 પોઈન્ટ અને 0 PCT છે. તે ચોથા સ્થાને છે. પાંચ ટીમોએ હજુ સુધી એક પણ મેચ રમી નથી. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝે હજુ સુધી પોતાની પહેલી મેચ રમી નથી.
ADVERTISEMENT
WTCમાં ભારતની અત્યાર સુધીની સફર
ભારત WTC 2019-21 પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું. ફાઇનલમાં તે ન્યુઝીલેન્ડ સામે હારી ગયો. ત્યારબાદ તે 2021-23 WTC ચક્રમાં બીજા સ્થાને રહ્યું અને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું. WTC 2023-25 ચક્રમાં ત્રીજા ક્રમે. તે પહેલી વાર ટાઇટલ મેચ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયો. છેલ્લી આઠ ટેસ્ટમાં છ હારથી તેને ઘણું નુકસાન થયું.
ADVERTISEMENT
બર્મિંગહામ ખાતે બીજી ટેસ્ટ
ADVERTISEMENT
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 2 થી 6 જુલાઈ દરમિયાન એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે. છેલ્લી ત્રણ મેચ લોર્ડ્સ (10-14 જુલાઈ), માન્ચેસ્ટર (23-27 જુલાઈ) અને ધ ઓવલ (31જુલાઈ-4ઓગસ્ટ) ખાતે રમાશે. ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચ બાદ, ભારત આ વર્ષના અંતમાં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે બે-બે મેચની શ્રેણી રમશે, વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચ અમદાવાદ અને દિલ્હીમાં રમાશે તથા દક્ષિણ આફ્રિકા સાથેની મેચ કોલકાતા અને ગુવાહાટીમાં રમાશે.
ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા બુધવાર (25 જૂન) ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે તેમના WTC 2025-27 અભિયાનની શરૂઆત કરશે. કાંગારૂ ટીમ ત્રણ મેચની શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનો સામનો કરશે. શ્રેણીની પહેલી મેચ 25 થી 29 જૂન દરમિયાન બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.