બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / મુંબઈ ઈન્ડિયન્સ ફરી WPL ચેમ્પિયન, દિલ્હીની સતત ત્રીજી વખત ફાઈનલમાં હાર

WPL 2025 / મુંબઈ ઈન્ડિયન્સ ફરી WPL ચેમ્પિયન, દિલ્હીની સતત ત્રીજી વખત ફાઈનલમાં હાર

Last Updated: 12:13 AM, 16 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઇન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગ 2025નો ખિતાબ જીત્યો. ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે બીજી વખત WPL ટાઇટલ જીત્યું છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ સતત ત્રીજી ફાઇનલ હારી ગયું છે.

IPL 2025 સીઝન શરૂ થાય તે પહેલા જ મુંબઈ ઇન્ડિયન્સે ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન કરી દીધા છે. મુંબઈએ ફરી એકવાર મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે. WPL ની પ્રથમ સીઝનની ચેમ્પિયન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈની ટીમે ફરી એકવાર ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને લીગ ટ્રોફી પર પોતાનું નામ અંકિત કર્યું. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં કેપ્ટન કૌરની યાદગાર ઇનિંગ્સ અને ટીમની મજબૂત બોલિંગના કારણે મુંબઈએ દિલ્હીને 8 રને હરાવીને બીજી વખત ચેમ્પિયનશિપ જીતી. ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ દિલ્હી 9 વિકેટે 141 રન જ બનાવી શકી હતી.

હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે બીજી વખત WPL ટાઇટલ જીત્યું છે. અગાઉ તેણે 2023 માં યોજાયેલી WPL ની પ્રથમ સીઝન પણ જીતી હતી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સ ટીમ સતત ત્રીજી વખત ફાઇનલ હારી ગઈ છે. તમને જણાવી દઈએ કે WPL ની બીજી સીઝન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સ ને હરાવીને જીતી હતી. અંતિમ મેચમાં લક્ષ્યનો પીછો કરતી વખતે, દિલ્હી કેપિટલ્સે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી દીધી હતી.

એક સમયે દિલ્હી કેપિટલ્સનો સ્કોર 6 વિકેટે 83 રન હતો અને તેઓ મોટી હાર તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર મેરિઝેન કાપે તોફાની ઇનિંગ્સ રમી અને મેચને રોમાંચક વળાંક પર લાવી દીધી. જોકે, નેટ સાયવર-બ્રન્ટે 18મી ઓવરમાં હેલી મેથ્યુઝ દ્વારા કેપને આઉટ કરીને દિલ્હીની આશાઓ પર પાણી ફેરવી દીધું. કેપે 26 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા.

કેપ ઉપરાંત જેમિમાહ રોડ્રિગ્સે 30 રન અને નિક્કી પ્રસાદે અણનમ 25 રન બનાવ્યા. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી નેટ સાયવર-બ્રન્ટે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. જ્યારે અમેલિયા કેરને બે સફળતા મળી. સૈકા ઇશાક, હેલી મેથ્યુસ અને શબનીમ ઇસ્માઇલને પણ એક-એક સફળતા મળી.

વધુ વાંચો : IPL મેચની ટિકિટના ભાવમાં વધારો, વિદ્યાર્થીઓને મળશે માત્ર 500 રૂપિયામાં, જાણો કેવી રીતે

MI કેપ્ટન હરમનપ્રીતે શાનદાર ઇનિંગ રમી

ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે 7 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 44 બોલમાં 66 રનની સૌથી વધુ ઇનિંગ રમી જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર નેટ સાયવર-બ્રન્ટે 28 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 30 રનનું યોગદાન આપ્યું. દિલ્હી કેપિટલ્સ તરફથી જેસ જોનાસેન, મેરિઝાન કાપ અને નલ્લાપુરેડ્ડી ચારાનીએ બે-બે વિકેટ લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WPL2025 WomensPremierLeague2025 MumbaiIndianswonWPL
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ