બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / VIDEO : લવર બોય બન્યો MS ધોની, હાથમાં રેડ બલૂન સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો
Last Updated: 11:12 AM, 16 April 2025
લોકપ્રિય ક્રિકેટર એમએસ ધોની ઘણીવાર કોઈને કોઈ કારણોસર ટ્રેન્ડમાં રહે છે. ક્યારેક તે પોતાના સ્ટાઇલિશ લુકથી ચાહકોના દિલ જીતી લે છે તો ક્યારેક પોતાના અદ્ભુત ક્રિકેટથી. હવે, ફિલ્મ નિર્માતા કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ પર નવો વીડિયો શેર કર્યો છે જેમાં એમ એસ ધોની લવર બોય તરીકે નજર આવે છે. આમાં, થાલા હાર્ટ બલૂન સાથે એક્ટિંગ કરતો નજર આવે છે.
ADVERTISEMENT
એમએસ ધોની લવર બોય બન્યો
કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર અરિજિત સિંહના નવા સાઉન્ડટ્રેક સાથે કૂલ કેઝ્યુઅલ લૂકમાં ધોનીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ પોસ્ટ શેર કરતાની સાથે કરણે લખ્યું છે, "મળો અમારા નવા લવર બોય, એમ એસ ધોનીને ! પણ, તમે સૌ માહીનો બાઇક પ્રત્યેના પ્રેમથી તો વાકેફ જ છો. અને હવે, ગલ્ફ પ્રાઇડ અને પુનિતની અદ્ભુત વાર્તા કહેવાની રીતથી, દુનિયાને આખરે આ બ્લોકબસ્ટર લવસ્ટોરી જોવા મળશે, પ્યોર સિનેમેટીક મેજિક "
ADVERTISEMENT
ધોનીના વીડિયો પર ચાહકોની પ્રતિક્રિયા
ધોનીનો વીડિયો જોયા પછી નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. એક યુઝરે લખ્યું, "આયે હાયે... ક્યુટી પાઇ... આપણો થાલા લવર બોય બની ગયો." બીજા એક યુઝરે લખ્યું, ''કુછ કુછ હોતા હૈ… થાલા હવે એક નવા બોલિવૂડ પ્રોજેક્ટમાં છે અને તે પણ કરણ જોહર સાથે… તે કોની સાથે રોમાન્સ કરશે.'' અન્ય એક યુઝરે લખ્યું, "માહી સર, તમે કઈ લાઇનમાં આવી ગયા છો, પણ ગમે તે હોય, ક્રિકેટ પછી તમને બી ટાઉન પ્રોજેક્ટમાં જોવાની મજા આવશે. જલ્દી જ આખો વીડિયો અપલોડ કરો."
વેલ આપને જણાવી દઇએ કે... આ પોસ્ટના હેઝટેગ જોઇને સ્પષ્ટ થાય છે કે આ વીડિયો ગલ્ફ પ્રાઇડ બાઇક એન્જિન ઓઇલની અપકમિંગ એડવર્ટાઇઝમેન્ટ છે. પણ કરણ જોહરે જે ડ્રામેટિક રીતે તેને રજૂ કરી છે તે દર્શકોમાં ઉત્સાહ વધારી રહી છે.
વધુ વાંચો- રોહિત શર્માને MCAની મોટી ભેટ, વાનખેડે સ્ટેડિયમમાં મળશે આ ખાસ સન્માન
કરણ જોહરના વર્કફ્રન્ટની વાત કરીએ તો.. કરણના પ્રોડક્શન હાઉસની કેસરી: ચેપ્ટર 2 ના રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે, જે જલિયાંવાલા બાગ હત્યાકાંડની પહેલાં ક્યારેય ન થયેલી કહાની પર આધારિત હશે. કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત અને ધર્મા પ્રોડક્શન્સ, લીઓ મીડિયા કલેક્ટિવ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, કેસરી-2 18 એપ્રિલના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.