બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / IPL વચ્ચે રાતોરાત ચમકી ગઇ આ દિગ્ગજ ખેલાડીની કિસ્મત, ICCએ આપ્યું મોટું ઇનામ
Last Updated: 02:19 PM, 15 April 2025
Shreyas Iyer Award : આઇપીએલ 2025 ની વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરને મોટી ખુશખબર મળી રહ્યા છે. ગયા મહિને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતાડવામાં શ્રેયસ ઐયરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં આઇસીસીએ તેને એક ખાસ ભેટ આપી છે.
ADVERTISEMENT
હાલમાં ભારતમાં સૌથી મોટી ક્રિકેટ લીગ IPL રમાઈ રહી છે. આ લીગમાં દુનિયાના તમામ સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે. આ દરમિયાન ઇંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલએ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને મોટી ભેટ આપી છે. ગયા મહિને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં શ્રેયસ ઐયરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. હવે તેને આ શાનદાર પ્રદર્શન બદલ આઇસીસી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આઇસીસીએ શ્રેયસ ઐયરને આટલું મોટું ઇનામ આપ્યું
શ્રેયસ ઐયરે માર્ચ 2025 માટે આઇસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીત્યો છે, તેણે ન્યુઝીલેન્ડના જેકબ ડફી અને રચિન રવિન્દ્રને પછાડ્યા છે. તેમણે ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતે સતત બીજી વખત આ એવોર્ડ જીત્યો છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં શુભમન ગિલને મહિનાનો શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે શ્રેયસ ઐયરે બીજી વખત આ એવોર્ડ જીત્યો છે. આ પહેલા ભારત તરફથી ફક્ત શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ જ બે કે તેથી વધુ વખત આ એવોર્ડ જીતી શક્યા છે.
આ પણ વાંચોઃ IPL 2025 / Video: રિષભ પંતે ફટકાર્યો એવો હેલિકોપ્ટર શોટ, કે MS ધોની પણ માથું ખંજવાળતા રહી ગયા, જુઓ
પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીતવા પર ઐયરે કહ્યું, 'માર્ચ માટે આઇસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે નામાંકિત થવા બદલ હું ખરેખર સન્માનિત મહેસુસ કરુ છું.' આ સન્માન અતિ ખાસ છે, ખાસ કરીને એક મહિનામાં જ્યારે આપણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, એક એવી ક્ષણ જે હું હંમેશા માટે યાદ રાખીશ. આટલા મોટા મંચ પર ભારતની સફળતામાં યોગદાન આપવાનું દરેક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે. હું મારા સાથી ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફનો તેમના અતૂટ સમર્થન અને વિશ્વાસ માટે આભારી છું.
માર્ચ મહિનામાં પ્રદર્શન કેવું રહ્યું?
શ્રેયસ ઐયરે માર્ચ મહિનામાં કુલ 3 વન ડે મેચ રમી અને 57.33 ની સરેરાશથી 172 રન બનાવ્યા. તેણે ગ્રુપ A મેચમાં ન્યુઝીલેન્ડ સામે 79 રન, સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 45 રન અને ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે 48 રન બનાવીને ભારતને ચેમ્પિયન બનાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.