બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / 'ન્યૂડ ફોટા મોકલ્યા, ગાળો આપી', જેન્ડર ચેન્જ કરીને યુવતી બનેલી ખેલાડીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

સ્પોર્ટ્સ / 'ન્યૂડ ફોટા મોકલ્યા, ગાળો આપી', જેન્ડર ચેન્જ કરીને યુવતી બનેલી ખેલાડીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Last Updated: 03:12 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News : ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યન બાંગરે હવે તેનું લિંગ બદલીને છોકરી બની ગઈ છે. તેની નવી ઓળખ અનન્યા બાંગર છે.

Anaya Bangar Interview : ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યન બાંગરે હવે તેનું લિંગ બદલીને છોકરી બની ગઈ છે. તેની નવી ઓળખ અનન્યા બાંગર છે. એક ખાનગી ચેનલમાં આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે તેને ન્યૂડ ફોટા મોકલવામાં આવ્યા હતા અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. છોકરામાંથી છોકરી બનેલી અનાયાએ કયા ક્રિકેટર પર ગંભીર આરોપ લગાવ્યા?

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ટીમના કોચ રહેલા સંજય બાંગરના પુત્ર આર્યન બાંગરે હવે પોતાનું લિંગ બદલીને છોકરી બની ગઈ છે. હવે તેની નવી ઓળખ અનન્યા બાંગર છે. અનન્યા બાંગર હવે તેના તાજેતરના ઇન્ટરવ્યુને કારણે સમાચારમાં છે. જ્યાં તેમણે પોતાના જીવનના ઓછા જાણીતા પાસાઓ વિશે ખુલ્લેઆમ વાત કરી. અનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. આ મુલાકાતમાં તેમણે ઘણા ગંભીર આરોપો લગાવ્યા.

ઇંફ્લૂએસર અનન્યા બાંગર એક ખાનગી ચેનલના સ્પેશિયલ શોમાં પહોચી હતી. અનન્યા પહેલા આર્યન બાંગર તરીકે જાણીતી હતી. આ ઇન્ટરવ્યૂમાં તેણે ટ્રાન્સ મહિલા તરીકેનો પોતાનો અનુભવ શેર કર્યો. જોકે તેણીએ કોઈ ક્રિકેટરનું નામ લીધું નથી, પરંતુ તેણીએ કહ્યું કે કેટલાક ક્રિકેટરોએ તેને પોતાના ન્યૂડ ચિત્રો મોકલ્યા હતા... અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.

આ ઇન્ટરવ્યુમાં તેણે 'લિંગ પરિવર્તન સર્જરી' વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે આ લાઇફ ચેંજિંગ પ્રક્રિયાએ તેના ક્રિકેટ કારકિર્દી સહિત તેના જીવનના તમામ પાસાઓ બદલી નાખ્યા.

આ દરમિયાન અનાયાએ સમાજમાં ટ્રાન્સ-વુમન દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે પણ જણાવ્યું. આ ઇન્ટરવ્યુમાં તેણે એમ પણ કહ્યું હતું કે કેટલાક ક્રિકેટરોએ તેને હેરાન કરી હતી. જે ઘણીવાર તેને નગ્ન તસવીરો મોકલતા હતા. અને તેને સંબંધ બાંધવા માટે કહેતો હતો.

અનન્યા બાંગરને ક્રિકેટરો તરફથી કેટલો સપોર્ટ મળ્યો?

લિંગ પરિવર્તન સર્જરી પછી તમને સાથી ક્રિકેટરો તરફથી કેટલો ટેકો મળ્યો? આ અંગે તેણે કહ્યું કે તેને સપોર્ટ મળ્યો, પરંતુ કેટલાક લોકોએ તેને હેરાન પણ કરી. કેટલાક ક્રિકેટરોએ મને પોતાના નગ્ન ફોટા પણ મોકલ્યા હતા. ઇન્ટરવ્યુ દરમિયાન તેણે એક એવા માણસને પણ યાદ કર્યો જે મૌખિક રીતે દુર્વ્યવહાર કરતો હતો.

અનાયાએ કહ્યું- તે વ્યક્તિ બધાની સામે ગાળો બોલતો હતો. પછી એ જ વ્યક્તિ આવીને મારી પાસે બેસતો અને મારા ફોટા માંગતો.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ IPL 2025 / પ્રીતિ ઝિન્ટાએ ચહલ માટે લખી એવી પોસ્ટ કે, લોકોએ કોમેન્ટ્સનો મારો ચલાવ્યો

દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, મારી સાથે સંબંધ બનાવ

આ ઇન્ટરવ્યુમાં અનન્યાએ એક ચોંકાવનારી ઘટનાનો પણ ખુલાસો કર્યો, તેણે કહ્યું- એક દિગ્ગજ ક્રિકેટરે તેને તેની સાથે સંબંધ બનાવવા કહ્યું હતું. અનાયાએ કહ્યું, 'એક બીજો કિસ્સો છે, જ્યારે હું ભારતમાં હતી, ત્યારે મેં એક જુના ક્રિકેટરને મારી પરિસ્થિતિ વિશે કહ્યું. તેણે મને કહ્યું, 'ચાલો કારમાં જઈએ, હું તારી સાથે સૂવા માંગુ છું.'

અનાયા બાંગરની ક્રિકેટ કારકિર્દી

આર્યન ઉર્ફે અનાયા વિશે વાત કરીએ તો તે 18 વર્ષની ઉંમરે લેસ્ટરશાયરમાં હિંકલી ક્રિકેટ ક્લબનું પ્રતિનિધિત્વ કરતા પહેલા મુંબઈના સ્થાનિક ક્લબ ક્રિકેટમાં ઇસ્લામ જીમખાના માટે રમ્યો હતો. આર્યને 2019 માં રાષ્ટ્રીય અંડર-19 (કૂચ બિહાર ટ્રોફી) માં પુડુચેરીનું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં તેણે પાંચ મેચમાં 150 ના સર્વોચ્ચ સ્કોર અને બે અડધી સદી સાથે 300 રન બનાવ્યા હતા. તેણે 20 વિકેટ પણ લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cricket News Anaya Bangar Sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ