બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:56 PM, 6 July 2025
મહિલા T20 વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પહેલાથી જ મહિલા T20 વર્લ્ડ કપ 2026 નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ઇંગ્લેન્ડ 12 જૂનથી 5 જુલાઈ સુધી રમાનારી વર્લ્ડ કપની યજમાની કરશે. આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો રમશે, જે વચ્ચે 33 મેચ રમાશે. ટુર્નામેન્ટનો પહેલો મેચ 12 જૂને યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. તે જ સમયે, ભારતીય ટીમ 14 જૂને પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમશે.
ADVERTISEMENT
Shreyanka Patil's dreams and manifestations for the big prize ✨
— ICC (@ICC) July 6, 2025
📸: @shreyanka_patil
More on the ICC Women’s T20 World Cup 2026 fixtures ➡️ https://t.co/X2BqQphwSC pic.twitter.com/ZcZqmuU7bn
વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલા 12 દેશોને 6-6 ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. બાકીની 2 ટીમો ગ્લોબલ ક્વોલિફાયર દ્વારા ગ્રુપ A માં સ્થાન મેળવશે. ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. બાકીની બે ટીમોનો નિર્ણય ગ્લોબલ ક્વોલિફાયર દ્વારા લેવામાં આવશે.
ADVERTISEMENT
દરેક ગ્રુપમાં ટોચની 2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલ મેચ 30 જૂન અને 2 જુલાઈના રોજ ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે. ફાઇનલ મેચ 5 જુલાઈના રોજ લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભારતે ઈંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું, 58 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાનો ભવ્ય વિજય
ભારતનું શેડ્યુલ
ADVERTISEMENT
ભારતીય ટીમ 14 જૂને પાકિસ્તાન સામેની મેચથી T20 વર્લ્ડ કપ 2026 માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ 17 જૂને ગ્લોબલ ક્વોલિફાયરમાંથી આવતી ટીમ સામે બીજી મેચ રમશે. તેની ત્રીજી મેચ 21 જૂને દક્ષિણ આફ્રિકા સામે અને ચોથી મેચ 24 જૂને ગ્લોબલ ક્વોલિફાયરમાંથી આવતી બીજી ટીમ સામે રમાશે. ગ્રુપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ 28 જૂને ઓસ્ટ્રેલિયા સામે હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.