બ્રેકિંગ ન્યુઝ
Priyankka Triveddi
Last Updated: 03:29 PM, 6 July 2025
એ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હવે ક્રિકેટર માત્ર ક્રિકેટ રમત નથી પરંતુ તેઓ ads હોય કે ramp walk બધે તેમના ફેશનેલબલ અને સ્ટાયલિશ લુક માટે જાણીતા છે. ત્યારે હવે ફરી એક ઈન્ડિયન ક્રિકેટર ફિલ્મમાં એક્ટિંગ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
ADVERTISEMENT
ક્રિકેટર સુરેશ રૈના હવે મેદાન પછી પડદા પર પોતાનો જાદુ ફેલાવવા જઈ રહ્યા છે. રૈના એક તમિલ ફિલ્મથી અભિનયમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવાને કારણે સુરેશ રૈના તમિલનાડુમાં ખૂબ જ લોકપ્રિય છે. આવી સ્થિતિમાં તેના ચાહકો પણ ક્રિકેટરના તમિલ ડેબ્યૂ વિશે સાંભળીને ખુશ છે.
સુરેશ રૈના ડ્રીમ નાઇટ સ્ટોરીઝ (DKS) ના બેનર હેઠળ બનનારી ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના પ્રોડક્શન હાઉસે ટીઝર શેર કરીને સુરેશ રૈનાના કાસ્ટિંગની જાહેરાત કરી છે. વીડિયો શેર કરતા નિર્માતાઓએ લખ્યું છે - Welcoming Chinna Thala @sureshraina3 ❤️ on board for #DKSProductionNo1! 💥🗡️
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરેશ રૈનાની ફિલ્મનું ટીઝર કેવું છે?
પ્રોડક્શન હાઉસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સુરેશ રૈના ચાહકો સાથે ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશતા જોઈ શકાય છે. હાલમાં ફિલ્મનું શીર્ષક જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ ટીઝર જોયા પછી એવું લાગે છે કે આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત હોઈ શકે છે. લોગન આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે અને શ્રવણ કુમાર તેને ડીકેએસના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO: ગિલની ચર્ચા વચ્ચે જયસ્વાલે કર્યું ગજબનું કામ, વીડિયો થયો વાયરલ
ADVERTISEMENT
સુરેશ રૈનાના ડેબ્યૂથી ચાહકોમાં ઉત્સાહ
સુરેશ રૈનાના ફિલ્મ ડેબ્યૂ વિશે સાંભળીને તેમના ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. ક્રિકેટરની ફિલ્મના ટીઝર પર ટિપ્પણી કરીને ચાહકો તેમનું કોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં સ્વાગત કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું - 'હેલો રૈના ભાઈ, કોલીવુડમાં આપનું સ્વાગત છે.' બીજા ચાહકે કહ્યું - 'કોલીવુડ ચિન્ના થાલામાં આપનું સ્વાગત છે.' એક વ્યક્તિએ કહ્યું - 'તે કોલીવુડ પર રાજ કરવા આવી રહ્યો છે.' આ ઉપરાંત, એક યુઝરે લખ્યું - 'ખરેખર 2025 આશ્ચર્યથી ભરેલું છે.'
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.