બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'બેઝબોલ' નહીં, 'પંતબોલ'નો દબદબો, એક જ દિવસમાં રિષભ પંતે બનાવી દીધા 10 ધાંસૂ રેકોર્ડ્સ

સ્પોર્ટ્સ / 'બેઝબોલ' નહીં, 'પંતબોલ'નો દબદબો, એક જ દિવસમાં રિષભ પંતે બનાવી દીધા 10 ધાંસૂ રેકોર્ડ્સ

Priyankka Triveddi

Last Updated: 12:12 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંડિયન ક્રિકેટર રિષભ પંતે લીડ્સના હેડિંગ્લી ખાતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. પ્રથમ ઇનિંગમાં 134 રન બનાવ્યા બાદ તેણે બીજી ઇનિંગમાં 118 રન બનાવ્યા હતા.

રિષભ પંતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં 1 જ દિવસમાં 10 નવા રેકોર્ડ્સ બનાવ્યા છે. પ્રથમ ઇનિંગમાં 134 રન બનાવ્યા બાદ તેણે બીજી ઇનિંગમાં 118 રન બનાવ્યા હતા.

રિષભે તેની ઇનિંગમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. પંત ઉપરાંત કેએલ રાહુલે 247 બોલમાં 137 રન બનાવ્યા હતા. તેણે 18 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમને જીતવા માટે 371 રનનો લક્ષ્યાંક મળ્યો છે.

પંતના 10 શાનદાર રેકોર્ડ્સ

  • 1.પંતની આઠમી સદી

આ રિષભ પંતની 44 ટેસ્ટ મેચમાં આઠમી સદી છે. તેણે 77મી ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. પંતના હવે ટેસ્ટ મેચમાં 3200 રન છે. તેના નામે 15 અડધી સદી પણ છે.

  • 2.ઈંગ્લેન્ડમાં પહેલી વાર

રિષભ પંત ઈંગ્લેન્ડમાં ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સતત બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. અત્યાર સુધી કોઈ પણ ભારતીય ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી.

  • 3.વિશ્વનો બીજો વિકેટ કીપર

રિષભ પંત એન્ડી ફ્લાવર પછી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર બીજો વિકેટકીપર બન્યો. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેનએ 2001માં હરારેમાં દક્ષિણ આફ્રિકા સામે 142 અને 199* રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી

  • 4.સાતમો ઇંડિયન પ્લેયર

પંત ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર સાતમો ભારતીય બેટ્સમેન બન્યો છે. આ ઉપરાંત તે ઇંગ્લેન્ડમાં આવું કરનાર પ્રથમ અને એકમાત્ર એશિયન પણ છે.

  • 5.ચોથો વિકેટકીપર

આ ટેસ્ટમાં પંતનો કુલ 252 (134 અને 118) સ્કોર ટેસ્ટમાં નિયુક્ત વિકેટકીપર દ્વારા બનાવેલ ચોથો સૌથી વધુ સ્કોર છે. આ ત્રણેય ઉચ્ચ સ્કોર એન્ડી ફ્લાવરના છે. જ્યારે ઇંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટમાં નિયુક્ત વિકેટકીપર દ્વારા બનાવેલ ચોથો સૌથી વધુ સ્કોર એલેક સ્ટુઅર્ટના નામે હતો. જેમણે 1998માં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે દક્ષિણ આફ્રિકા સામે 204 (40 અને 164) રન બનાવ્યા હતા. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન દ્વારા બનાવેલ આ પહેલાનો સૌથી વધુ સ્કોર બુધી કુંદરનનો હતો. જેણે 1964માં ચેન્નાઈ ખાતે ઇંગ્લેન્ડ સામે 230 (192 અને 38) રન બનાવ્યા હતા.

  • 6.પંતના નામે આ ખાસ રેકોર્ડ

પંતની ઇંગ્લેન્ડમાં સદી (4) વિદેશી ધરતી પર નિયુક્ત વિકેટકીપર દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સદી છે. અગાઉ લેસ એમ્સે વેસ્ટ ઇન્ડીઝમાં ઇંગ્લેન્ડ માટે ત્રણ સદી અને એન્ડી ફ્લાવરે ભારત માટે ત્રણ-ત્રણ સદી ફટકારી હતી. પંત હવે ઇંગ્લેન્ડમાં નિયુક્ત વિકેટકીપર દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સદીઓના રેકોર્ડમાં એલેક સ્ટુઅર્ટ અને મેટ પ્રાયર સાથે બરાબરી પર છે.

  • 7.સિક્સ ફટકારવામાં સિદ્ધિ

આ ટેસ્ટમાં પંતે ફટકારેલી સિક્સ ઇંગ્લેન્ડમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગા છે. તેણે પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે એન્ડ્રુ ફ્લિન્ટોફ (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, એજબેસ્ટન, 2005) અને બેન સ્ટોક્સ (ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, લોર્ડ્સ, 2023) ની બરાબરી કરી હતી.

  • 8.એક જ બોલર પર 8 સિક્સ

પંતે શોએબ બશીરના બોલ પર સાત છગ્ગા ફટકાર્યા. તે ટેસ્ટમાં એક જ બોલર સામે સૌથી વધુ છગ્ગા ફટકારનાર સંયુક્ત ત્રીજો બેટ્સમેન છે. વસીમ અકરમે પોલ સ્ટ્રૅંગ (શેખુપુરા, 1996) પર નવ છગ્ગા ફટકાર્યા, રોહિત શર્માએ ડેન પીટ (વિશાખાપટ્ટનમ, 2019) પર આઠ છગ્ગા ફટકાર્યા જ્યારે હેરી બ્રુકે ઝાહિદ મહમૂદ (રાવલપિંડી, 2022) પર સાત છગ્ગા ફટકાર્યા.

  • 9.ઈંગ્લેન્ડમાં સતત પાંચમી વખત

પંતે ઈંગ્લેન્ડમાં તેની છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગ્સમાં પચાસથી વધુનો સ્કોર બનાવ્યો છે - 50,146,57,134 અને 118. તે ઈંગ્લેન્ડમાં આ સિદ્ધિ મેળવનાર સાતમો મુલાકાતી બેટ્સમેન બન્યો. તેના કરતા આગળ સ્ટીવન સ્મિથ છે. જેણે સાત વખત આ સિદ્ધિ મેળવી છે.

વધુ વાંચો: ક્રિકેટજગતમાં શોકની લહેર : ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સ્પિનરનું લંડનમાં હૃદયરોગના હુમલાથી નિધન

vtv app promotion
  • 10.ઈંગ્લેન્ડ સામે પાંચમી સદી

રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે પોતાની પાંચમી સદી ફટકારી. તે એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન બન્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rishabh Pant Ind vs ENG Leeds Test Rishabh Pant records
Priyankka Triveddi
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ