બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ગોલ્ડ બોય નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો, પહેલી વાર જીત્યો ગોલ્ડ સ્પાઈક મીટ એવોર્ડ, કેટલે દૂર ફેંક્યો ભાલો?
Vidhata Gothi
Last Updated: 08:04 AM, 25 June 2025
Neeraj Chopra: ભારતના સ્ટાર એથલિટ નીરજ ચોપરાએ ફરી એકવાર પોતાનું શાનદાર પરફોર્મન્સ બતાવીને ગોલ્ડન સ્પાઇક મીટ 2025નો ખિતાબ જીતી લીધો. પેરિસ ડાયમંડ લીગ જીત્યાના માત્ર ચાર દિવસ પછી, નીરજ 24 જૂને યોજાયેલી આ સ્પર્ધામાં 85.29 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંકીને એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો. આ સ્પર્ધા વર્લ્ડ એથ્લેટિક્સ સબકોન્ટિનેન્ટલ ટૂરની ગોલ્ડ લેવલ ટુર્નામેન્ટ હતી, જેમાં 9 ખેલાડીઓએ ભાગ લીધો હતો. નીરજે પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લીધો અને ખિતાબ પોતાના નામે કરી દીધો.
ADVERTISEMENT
2025 સીઝનમાં પણ ઉત્તમ પ્રદર્શન
ADVERTISEMENT
છેલ્લા બે સીઝનમાં, નીરજ ફિટનેસના કારણોસર આ સ્પર્ધાનો ભાગ બની શક્યો ન હતો. રસપ્રદ વાત એ છે કે, તેના કોચ જાન ઝેલેનજીએ આ મીટમાં અત્યાર સુધી 9 ટાઇટલ જીત્યા છે અને હવે નીરજ પણ આ જ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી ચૂક્યા છે. 27 વર્ષીય નીરજ ચોપરાએ આ સીઝનમાં અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
Neeraj Chopra wins javelin title at Ostrava Golden Spike meet with a throw of 85.29m.#IndianAthletics #javelinthrow #NeerajChopra @Adille1 @Media_SAI @Neeraj_chopra1
— Athletics Federation of India (@afiindia) June 24, 2025
ADVERTISEMENT
મે મહિનામાં, દોહા ડાયમંડ લીગમાં 90 મીટરનું અંતર પાર કરીને નીરજ બીજા સ્થાને રહ્યો. આ પછી, પેરિસ ડાયમંડ લીગ અને હવે ગોલ્ડન સ્પાઇક મીટનો ખિતાબ જીતીને, નીરજે બતાવી દીધું છે કે તે પેરિસ ઓલિમ્પિક 2024 પછી પણ તેની લયમાં છે અને સતત નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઈંગ્લેન્ડની વિજયી શરૂઆત, પ્રથમ ટેસ્ટમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું
હવે નીરજ બેંગલુરુમાં બતાવશે પોતાની પરફોર્મન્સ
ADVERTISEMENT
નીરજ ચોપરાએ પહેલા પણ ઓસ્ટ્રાવામાં ભાગ લીધો છે, પરંતુ ગોલ્ડન સ્પાઇકમાં નહીં. તે 2018 IAAF કોન્ટિનેંટલ કપમાં ભાગ લેનાર એશિયા પેસિફિક ટીમનો ભાગ હતો અને 80.24 મીટરના થ્રો સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો. જણાવી દઈએ કે, વેબરે 16 મેના રોજ દોહા ડાયમંડ લીગમાં અને 23 મેના રોજ પોલેન્ડમાં જાનુઝ કુસોઝિન્સ્કી મેમોરિયલ મીટમાં નીરજ ચોપરાને હરાવ્યો હતો, પરંતુ ભારતીય ખેલાડીએ 20 જૂનના રોજ પેરિસમાં 88.16 મીટરના તેના પહેલા રાઉન્ડના થ્રો સાથે તેને પાછળ છોડી દીધો હતો. પેરિસ પહેલા, નીરજ ચોપરાએ તેનો છેલ્લો ડાયમંડ લીગ ખિતાબ જૂન 2023 માં 87.66 મીટરના થ્રો સાથે જીત્યો હતો. ચોપરાની આગામી સ્પર્ધા હવે NC ક્લાસિક હશે જેનું આયોજન 5 જુલાઈએ બેંગલુરુમાં થઈ રહ્યું રહ્યા છે. પીટર્સ અને રોહલર પણ બેંગલુરુમાં ભાગ લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.