બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / Video: ધોની એન્ડ ટીમને હારતા જોઇ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી આ એક્ટ્રેસ, વીડિયો વાયરલ

IPL 2025 / Video: ધોની એન્ડ ટીમને હારતા જોઇ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી આ એક્ટ્રેસ, વીડિયો વાયરલ

Last Updated: 09:15 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમએસ ધોનીની કેપ્ટનશિપ વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ IPL play off માંથી બહાર થવાની અણી પર છે. છેલ્લી મેચમાં જ્યારે CSK હારવા લાગી હતી તો આ અભિનેત્રી સ્ટેડિયમમાં જ રોઈ પડી હતી.

MS ધોનીની લીડરશિપવાળી CSK માટે IPL 2025ની સિઝન થોડી નબળી રહી છે. પોઈન્ટ ટેબલ પર સૌથી નીચે હાલ આ ટીમ છે. જો ટીમ છેલ્લી 5 મેચ જીતે પણ છે તો પણ તેનો પોઈન્ટ ટેબલ સ્કોર માત્ર 14 જ થશે જેની અસર તેમને play offમાં જોવા મળશે,

CSKની છેલ્લી મેચ ચેપોક ખાતે યોજાઇ હતી અને આ મેચ જોવા અને ટીમને સ્પોર્ટ કરવા એક્ટ્રેસ શ્રુતિ હસન ખાસ આવી હતી પણ ટીમને હારતી જોઈને તે સ્ટેડિયમમાં જ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSK 154 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જવાબમાં હૈદરાબાદે 8 બોલ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કરીને 5 વિકેટે જીત મેળવી.

શ્રુતિ હસન થઈ ભાવુક

જ્યારે CSK મેચમાં પાછળ રહી રહ્યું હતું તેની હાર નિશ્ચિત થઈ રહી હતી. ત્યારે સ્ટેન્ડમાં બેઠેલી શ્રુતિ હસન પોતાના આંસુ રોકી શકી નહીં. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, તે રડવા લાગી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શ્રુતિ ચેપોક સ્ટેડિયમમાં ટીમને સપોર્ટ કરવા આવી હતી.

વધુ વાંચો: VIDEO: કોહલી-KL રાહુલ વચ્ચે ફરી ગરમાગરમી, વીડિયો વાયરલ થતા ફેન્સે આપ્યા ગજબ રિએક્શન

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી આઉટ

હવે ફક્ત કોઈ ચમત્કાર જ CSK ને પ્લેઓફમાં લઈ જઈ શકે છે. એમએસ ધોનીના નેતૃત્વ હેઠળની સીએસકે ટીમ 9 માંથી ફક્ત 2 મેચ જીતી શકી છે. સીએસકે 4 પોઈન્ટ સાથે ટેબલમાં સૌથી નીચે છે. જો તેઓ બધી મેચ જીતી જાય તો પણ તેમના 14 પોઈન્ટ રહેશે. જોકે પહેલા પણ એવું બન્યું છે કે ટીમો 14 પોઈન્ટ સાથે ક્વોલિફાય થઈ છે પરંતુ CSKનો નેટ રન રેટ (-1.302) પણ ખૂબ જ ખરાબ છે. 5 વખતની ચેમ્પિયન CSK ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાલમાં ટોચ પર છે. તેણે 10 માંથી 7 મેચ જીતી છે. ગુજરાત ટાઇટન્સ 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ ત્રીજા સ્થાને છે. મુંબઈના પણ 12 પોઈન્ટ છે, તેણે 10 માંથી 6 મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સ 9 માંથી 9 મેચ જીતીને 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CHENNAI SUPER KINGS IPL 2025 Shruti Hassan
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ