બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / દિલધડક મેચમાં રાજસ્થાનનો પરાજય, અવેશ ખાને છેલ્લી ઓવરમાં આ રીતે બાજી પલટાવી
Last Updated: 08:00 AM, 20 April 2025
IPL 2025ની 36 મી મેચ રાજસ્થાન રોયલસ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં LSG એ 2 રનથી જીત મેળવી અને રાજસ્થાનને હરાવ્યું. આ જીતનો યશ જાય છે ફાસ્ટ બોલર અવેશ ખાનને જેણે છેલ્લી ઓવેરોમાં યશસ્વી સહિત 3 બેટરોને ઓઆઉત કર્યા. રાજસ્થાનના દાવમાં છેલ્લી પવેરમાં 6 બોલ પર જીતવા માટે 9 રન જોઈતા હતા પરંતુ આવેશ ખાનની ઘાતક બોલિંગ સામે રાજસ્થાનની ટીમ નતમસ્તક થઈ ગઈ અને હાથમાં આવેલી બાજી પણ હારી ગઈ. રાજસ્થાનની કુલ 8 મેચો માંથી 6 મેચમાં હારનો સામનો કર્યો છે અને તેના લીધે પોઈન્ટ ટેબલ પર તે 8માં સ્થાન પર છે. લખનૌ 8 મેચમાંથી 5 માં જીત મેળવીને પોઈન્ટ ટેબલ પર 4 થા સ્થાને છે.
ADVERTISEMENT
The chase for the 🔝 spot is getting intense 🔥 but #GT remain the leaders!
— IndianPremierLeague (@IPL) April 19, 2025
Can the top 4️⃣ keep their positions till the end?#TATAIPL pic.twitter.com/UQgVtEfDTJ
છેલ્લી ઓવરમાં અવેશે કરી કમાલ
ADVERTISEMENT
રાજસ્થાનની ઇનિંગની 20મી ઓવરમાં અવેશે ખાને શાનદાર બોલિંગ કરી. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે 6 બોલમાં 9 રનની જરૂર હતી. ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયર ક્રીઝ પર હાજર હતા. 20મી ઓવરના પહેલા બોલ પર અવેશ ખાને યોર્કર ફેંક્યો અને જુરેલે તેના પર એક રન લીધો. બીજા બોલ પર હેટમાયરે ડીપ પોઈન્ટ પર શોટ મારીને રન લીધો. આ દરમિયાન શાર્દુલ ઠાકુરે મિસફિલ્ડિંગ કર્યું જેના કારણે બંને બેટ્સમેનોએ બીજો રન બનાવી લીધો.
Heart-racing, nerve-wracking, and simply unforgettable! 🤯#LSG defy the odds and seal a 2-run victory over #RR after the most dramatic final moments 💪
— IndianPremierLeague (@IPL) April 19, 2025
Scorecard ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/l0XsCGGuPg
ત્યાર પછી જીતવા માટે 4 બોલમાં 6 રનની જરૂર હતી. ત્રીજા બોલ પર અવેશે ખાને હેટમાયરને શાર્દુલ ઠાકુરના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ શુભમ દુબે બેટિંગ કરવા આવ્યો પરંતુ ચોથા બોલ પર કોઈ રન બનાવી શક્યો નહીં. પાંચમા બોલ પર ડેવિડ મિલરે તેનો કેચ છોડી દીધો અને જેમાં તેને 2 રન બનાવ્યા. રાજસ્થાનને છેલ્લા બોલ પર જીતવા માટે 4 રનની જરૂર હતી. ટીમ શુભમ દુબે પાસેથી અપેક્ષા રાખીને બેઠી હતી પરંતુ અવેશ ખાને છેલ્લા બોલ પર ફક્ત એક જ રન આપીને મેચ લખનૌની જીતમાં ફેરવી દીધી. અવેશ ખાને 4 ઓવરમાં 37 રન આપીને ત્રણ વિકેટ લીધી.
18 મી ઓવરમાં બાજી પલટી
18 ઓવરમાં અવેશે ખાને શાનદાર બેટિંગ કરી રહેલા યશસ્વી જયસ્વાલને ક્લીન બોલ્ડ કરીને લખનૌને મેચમાં પાછું લાવ્યું. યશસ્વીએ 52 બોલમાં 74 રનની ઇનિંગ રમી. તે જ ઓવરના છેલ્લા બોલ પર તેણે કેપ્ટન રિયાન પરાગને LBW આઉટ કર્યો. જેનાથી લખનૌની જીતની આશા વધી ગઈ. રિયાન પરાગે 26 બોલમાં 39 રનની ઇનિંગ રમી. લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સ ટીમ 20 ઓવરમાં 5 વિકેટે માત્ર 178 રન જ બનાવી શકી.
વધુ વાંચો: IPLની ડેબ્યૂ મેચ, પહેલા બોલ પર જ ફટકારી સિક્સ, 14 વર્ષનો વૈભવ છવાયો, જુઓ વીડિયો
𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡
— IndianPremierLeague (@IPL) April 19, 2025
Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝
Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q
આ મેચમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPLમાં ડેબ્યૂ કર્યું. તે IPLના ઇતિહાસમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે. પોતાના ડેબ્યૂમાં તેણે 20 બોલમાં 34 રન બનાવ્યા હતા. જેમાં તેણે 2 ફોર અને 3 સિક્સ ફટકારી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.