બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / IPL 2025ની અડધી સફર પૂરી, આ 4 ટીમો પ્લેઓફની રેસમાં સૌથી આગળ, જાણો ગુજરાતની સ્થિતિ

ક્રિકેટ / IPL 2025ની અડધી સફર પૂરી, આ 4 ટીમો પ્લેઓફની રેસમાં સૌથી આગળ, જાણો ગુજરાતની સ્થિતિ

Last Updated: 08:20 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2025 Points Table: 19 એપ્રિલ સુધી તમામ ટીમોએ ઓછામાં ઓછી 7 મેચ રમી લીધી છે. અડધો લીગ ફેજ પૂરો થયા બાદ રેસ ખૂબ રસપ્રદ થઈ ગઈ છે. 4 ટીમો એવી છે જેમની પાસે અત્યારે 10 પોઈન્ટ છે.

IPL 2025 માં લીગ સ્ટેજનો અડધો પ્રવાસ પૂરો થઈ ગયો છે. તમામ ટીમો કુલ 14 મેચ લીગ મેચ રમવાની હોય છે. 19 એપ્રિલ સુધી તમામ ટીમોએ ઓછામાં ઓછી 7 મેચ રમી લીધી છે. ત્યારે લખનઉ અને રાજસ્થાન આ બંને ટીમો એવી છે કે જેમને અત્યાર સુધીમાં 8-8 મુકાબલા રમ્યા છે. અડધો લીગ ફેજ પૂરો થયા બાદ રેસ ખૂબ રસપ્રદ થઈ ગઈ છે. 4 ટીમો એવી છે જેમની પાસે અત્યારે 10 પોઈન્ટ છે.

આ ટીમો છે ટોપ-4 ની રેસમાં આગળ

ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ એ 4 ટીમો છે જેમના ખાતામાં હાલમાં 10 પોઈન્ટ છે અને આ ટીમો પોઇન્ટ ટેબલમાં ટોપ-4 માં છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, ગુજરાતની ટીમ નંબર 1 પર, દિલ્હીની ટીમ નંબર 2 પર, પંજાબની ટીમ નંબર 3 પર અને લખનૌ 4 પર છે. એવું લાગે છે કે આ ચાર ટીમો પ્લેઓફની રેસમાં પણ આગળ છે. લખનઉએ 8 મેચ રમી છે અને બાકીની ટીમોએ સાત-સાત મેચ રમી છે. જો આ ટીમો આગામી ત્રણ મેચ જીતી જાય તો તેઓ પ્લેઓફમાં સરળતાથી પોતાની જગ્યા પાક્કી કરી શકે છે.

RCB અત્યારે ટોપ-4 થી છે બહાર

RCB એ સાતમાંથી ચાર મેચ જીતી છે અને ટીમ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબરે છે. RCB એકમાત્ર એવી ટીમ છે જેના ખાતામાં 8 પોઈન્ટ છે. છઠ્ઠા અને સાતમાં નંબરે રહેલી કોલકાતા નાઈટ રાઇડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સે 7-7 મેચ રમી છે, જેમાંથી તેમને 3 જીતી છે અને અત્યારે તેમના 6 પોઈન્ટ છે. જો આ ટીમો આગામી મેચોમાં સારું પ્રદર્શન કરશે તો તેઓ પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી શકે છે.

વધુ વાંચો: IPLની ડેબ્યૂ મેચ, પહેલા બોલ પર જ ફટકારી સિક્સ, 14 વર્ષનો વૈભવ છવાયો, જુઓ વીડિયો

આ ટીમો માટે પ્લેઓફનો પ્રવાસ થયો મુશ્કેલ

રાજસ્થાન રોયલ્સે 8 મેચમાં 2 જીત નોંધાવી છે અને 4 પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સે 7-7 મેચમાં 2 જીત સાથે 4-4 પોઈન્ટ મેળવ્યા છે. રાજસ્થાન હાલમાં આઠમા ક્રમે, SRH નવમા ક્રમે અને CSK 10મા ક્રમે છે. રાજસ્થાન, હૈદરાબાદ અને ચેન્નાઈ માટે અહીંથી પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ લાગે છે. આ ટીમોએ ટોપ-4 માં પહોંચવા માટે બાકીની બધી મેચ જીતવી પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Points Table IPL 2025 Sports News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ