બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / IPL સસ્પેન્ડ થતા ઇમોશનલ થયા આ ખેલાડીઓ, વંદે ભારતમાં મુસાફરી દરમ્યાન છલક્યું દર્દ
Last Updated: 01:31 PM, 10 May 2025
ધર્મશાળામાં રમાઈ રહેલી મેચ અધવચ્ચે સ્થગિત કરાયા આ સ્થિતિમાં ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) એ ઇન્ડિયન રેલવે સાથે મળીને એક ખાસ વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. આ ટ્રેનમાં IPLની ટીમ, સપોર્ટ સ્ટાફ, કમેનટેટર્સ, પ્રોડક્શન અને ઓપરેશન ટીમને ધર્મશાળાથી નવી દિલ્હી સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. આ ટ્રેનમાં અંજુમ ચોપરા પણ ટ્રાવેલ કરતાં નજરે આવ્યા હતા.
ADVERTISEMENT
ધર્મશાળાથી દિલ્હી વંદે ભારત ટ્રેન
આ આખા ઓપરેશનના ખૂબ વખાણ થયા હતા. દિલ્હીના સફદરગંજ સ્ટેશન સુધીની તેમની આ જર્ની માત્ર સુરક્ષિત જ નહાઈ પરંતુ સ્ટાફ અને પ્લેયર્સ માટે ખૂબ યાદગાર પણ રહી હતી. જો કે આ ટ્રેનમાં યાત્રા કરતી વખતે ફાફ ડુ પ્લેસીસ અને માર્કો જાનસેન ઉપરાંત બીજા પ્લેયર્સ પણ ઉદાસ નજર આવ્યા હતા. તો બીજી તરફ ભારતીય પ્લેયર કુલદીપ યાદવે BCCIના વખાણ કર્યા હતા. અને તે ઘણા ઈમોશનલ પણ દેખાયા હતા.
ADVERTISEMENT
Thank you, @RailMinIndia, for arranging a special Vande Bharat train on such short notice to ferry the players, support staff, commentators, production crew members, and operations staff to New Delhi.
— IndianPremierLeague (@IPL) May 9, 2025
We deeply appreciate your swift response. 🙌🏽@AshwiniVaishnaw | @JayShah |… pic.twitter.com/tUwzc5nGWD
સુરક્ષાના પગલે મેચ સ્થગિત
ઉલ્લેખનીય છે કે BCCI એ IPL ની મેચ 9 મે ના રોજ તાત્કાલિક પ્રભાવથી સ્થગિત કરવામાં આવી હતી. જો કે એવું કહેવામાં આવી રહયું છે કે IPLની બાકીની મેચોનું શિડ્યુલ પણ જલ્દી બહાર પાડવામાં આવશે. BCCI એ IPL સ્થગિત કરવા પર કહ્યું કે આ નિર્ણય પ્લેયર્સ અને દર્શકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે.
IPL 2025 ની નવી તારીખો ક્યારે જાહેર થશે?
IPLનો આ તબક્કો અહીં જ રોકાઈ ગયો છે. હવે વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.
ગયા વર્ષે પણ IPL બે ભાગમાં યોજાઈ હતી
IPL 2024 બે ભાગમાં રમાઈ હતી કારણ કે લોકસભાની ચૂંટણીઓ પણ તે જ સમયે યોજાઈ રહી હતી. પહેલો ભાગ 22 માર્ચથી 7 એપ્રિલ સુધી ચાલ્યો હતો, જેમાં 21 મેચ રમાઈ હતી. ચૂંટણીની તારીખો નક્કી થયા પછી, બાકીની મેચો અને પ્લેઓફનું આયોજન કરવામાં આવ્યું અને રમવામાં આવ્યું. આ કારણે ટુર્નામેન્ટ સરળતાથી યોજાઈ શકી અને કોઈ સમસ્યા ન હતી.
આ પણ વાંચો: BCCIને મળી મોટી ઓફર, આ દેશમાં થઇ શકે છે IPLનું આયોજન! UAEએ PSL રમાડવાનો કર્યો ઇનકાર
બાકીની મેચોનું શેડ્યૂલ આ પ્રમાણે હતું
58. પંજાબ કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સ 8 મે, સાંજે 7:30 વાગ્યે, ધર્મશાલા
59. લખનૌ સુપર જાયન્ટ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 9 મે, સાંજે 7:30 વાગ્યે, લખનૌ
60. સનરાઇઝર્સ હૈદરાબાદ vs કોલકાતા નાઈટ રાઇડર્સ 10 મે, સાંજે 7:30 વાગ્યે, હૈદરાબાદ
61. પંજાબ કિંગ્સ vs મુંબઈ ઇન્ડિયન્સ 11 મે, સાંજે 3:30 વાગ્યે, ધર્મશાલા
62. દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત ટાઇટન્સ 11 મે, સાંજે 7:30 વાગ્યે, દિલ્હી
63. ચેન્નાઈ સુપર કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ 12 મે, સાંજે 7:30 વાગ્યે, ચેન્નાઈ
64. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs સનરાઇઝર્સ હૈદરાબાદ 13 મે, સાંજે 7:30 વાગ્યે, બેંગ્લોર
65. ગુજરાત ટાઇટન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ 14 મે, સાંજે 7:30 વાગ્યે, અમદાવાદ
66. મુંબઈ ઇન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ 15 મે ,સાંજે7:30 વાગ્યે, મુંબઈ
67 . રાજસ્થાન રોયલ્સ vs પંજાબ કિંગ્સ 16 મે, સાંજે 7:30 વાગ્યે, જયપુર
68 . રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ 17 મે, સાંજે 7:30 વાગ્યે, બેંગલુરુ
69 . ગુજરાત ટાઇટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ 18 મે,બપોરે 3:30 વાગ્યે, અમદાવાદ
70 . લખનૌ સુપર જાયન્ટ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ 18 મે, સાંજે 7:30 વાગ્યે, લખનૌ
71 . ક્વોલિફાયર 1 20 મે, સાંજે 7:30વાગ્યે, હૈદરાબાદ
72 . એલિમિનેટર 21 મે, સાંજે 7:30 વાગ્યે, હૈદરાબાદ
73 . ક્વોલિફાયર 2 23 મે, સાંજે 7:30 વાગ્યે, કોલકાતા
74 . ફાઇનલ 25 મે, સાંજે 7:30 વાગ્યે, કોલકાતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.