બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:00 AM, 13 May 2025
PBKS vs DC Match : BCCI એ સોમવારે IPL 2025 ના નવા શેડ્યૂલની જાહેરાત કરી છે. વિગતો મુજબ નવા શેડ્યૂલ હેઠળ IPLની બાકીની મેચો 17 મેથી રમાશે જ્યારે ફાઇનલ મેચ 3 જૂને રમાશે. નવા શેડ્યૂલની સાથે BCCI એ પણ માહિતી આપી છે કે, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રદ થયેલી મેચ હવે ફરીથી રમાશે. આ મેચ 24 મેના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટ ફરી શરૂ થશે ત્યારે પંજાબ કિંગ્સ તેમની બાકીની બધી મેચ જયપુરમાં રમશે.
ADVERTISEMENT
PBKS vs DC MATCH WILL HAPPEN ON MAY 24th AT JAIPUR....!!! 🏆 pic.twitter.com/SEVk4IbSjK
— Johns. (@CricCrazyJohns) May 12, 2025
બંને ટીમો વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે 7 મેના રોજ ધર્મશાળામાં રમાયેલી પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. બીજા દિવસે BCCI એ એક મોટો નિર્ણય લીધો અને ટુર્નામેન્ટને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી. પરંતુ હવે યુદ્ધવિરામ પછી BCCI એ લીગ ફરી શરૂ કરવા માટે એક નવું શેડ્યૂલ બહાર પાડ્યું છે. ધર્મશાલામાં મેચ બંધ થાય તે પહેલાં પંજાબે 10.2 ઓવર સુધી બેટિંગ કરી અને એક વિકેટે 122 રન બનાવ્યા.
પ્રભસિમરન-પ્રિયાન્સની ઈનિંગ્સ નિરર્થક ગઈ
ઓપનર પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ વિસ્ફોટક બેટિંગ કરી અને ટીમ માટે અર્ધી સદી ફટકારી. પણ હવે તેમને ફરી શરૂઆત કરવી પડશે. આ મેચ 24 મેના રોજ રમાશે અને ટુર્નામેન્ટની પ્લેઓફ રેસ પર તેની મોટી અસર પડી શકે છે. સસ્પેન્શન અને લીગ ફરી શરૂ થવા વચ્ચેના 10 દિવસના અંતરને ધ્યાનમાં રાખીને આખી મેચ ફરીથી રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સસ્પેન્શનના કારણે બંને ટીમોના ખેલાડીઓ, કોચ અને સ્ટાફની ઉપલબ્ધતામાં ફેરફાર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT