બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:36 PM, 21 April 2025
Rohit Sharma New Name : IPLમાં ફરી એકવાર રોહિત શર્માની શાનદાર બેટિંગ જોવા મળી છે. આપણે બધા રોહિતને હિટમેન નામથી ઓળખીએ છીએ. જોકે હવે ક્રિકેટર રોહિત શર્માને તાજેતરની તોફાની બેટિંગ પછી એક નવું નામ મળ્યું છે. હિટમેનને તોફાની ઇનિંગ પછી હવે "મેવેરિક (𝐌𝐚𝐯𝐞𝐫𝐢𝐜𝐤)" ઉપનામ મળ્યું છે. નોંધનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સની સામેની મેચમાં રોહિત શર્માએ 45 બોલમાં 76 રન બનાવી તોફાની બેટિંગ કરી હતી.
ADVERTISEMENT
રોહિત શર્માનું હિટમેન નામ હવે જૂનું થઈ ગયું છે. વાસ્તવમાં રોહિતને તેની તોફાની ઇનિંગ્સ પછી નવું ઉપનામ મળ્યું છે. આ ઉપનામ છે મેવેરિક (𝐌𝐚𝐯𝐞𝐫𝐢𝐜𝐤). રોહિત શર્માએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની IPL મેચમાં 45 બોલમાં 76* રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિતે 6 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા. રોહિતની તોફાની ઇનિંગ્સના આધારે MI (મુંબઈ ઈન્ડિયન્સ) એ મેચ 9 વિકેટથી જીતી લીધી હતી.
A maverick performance from our 𝐌𝐚𝐯𝐞𝐫𝐢𝐜𝐤 𝐑𝐎 😎🔥#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvCSK pic.twitter.com/xoXf5iEeRW
— Mumbai Indians (@mipaltan) April 21, 2025
ADVERTISEMENT
આ મેચ પછી મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ રોહિત શર્માની પ્રશંસા કરી. તેને એક નવું ઉપનામ પણ આપ્યું-મેવેરિક (𝐌𝐚𝐯𝐞𝐫𝐢𝐜𝐤). મેવેરિક (𝐌𝐚𝐯𝐞𝐫𝐢𝐜𝐤)એક એવી વ્યક્તિ છે જે સ્વતંત્ર છે અને પોતાની રીતે વિચારે છે. તેનો વીડિયો મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે ડ્રેસિંગ રૂમનો છે.
વધુ વાંચો : આજે ગુજરાત અને કોલકાતા વચ્ચે કાંટે કી ટક્કર, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ અને પિચ રિપોર્ટ
Videoમાં શું કહે છે જયવર્ધને ?
આ વીડિયોમાં જયવર્ધને કહે છે, 'પોલી (પોલાર્ડ) એ કંઈક ખાસ માંગ્યું હતું અને તમે લોકોએ તે પૂર્ણ કર્યું.' હું પણ આમાંથી પસાર થયો છું. જયવર્ધન કહે છે, 'જ્યારે તમે ક્રિકેટ રમી રહ્યા હોવ ત્યારે ઉતાર-ચઢાવ આવે છે અને તમારે ઊંડાણપૂર્વક વિચાર કરવો પડે છે. તમારા મનમાં પણ થોડો ડર છે. પણ Ro (રોહિત) શાનદાર રમ્યો. રોહિત શર્માને હિટમેન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હવે આ નવું ઉપનામ મેવેરિક (𝐌𝐚𝐯𝐞𝐫𝐢𝐜𝐤) પણ ચાહકોના દિલ જીતવા જઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.