બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / IPL 2025 : 4 વર્ષમાં ત્રીજી વખત અમદાવાદમાં ફાઇનલ યોજાઈ શકે, પ્લેઓફ માટે 6 શહેરો તૈયાર
Last Updated: 02:53 PM, 15 May 2025
IPL 2025 Final : આપણાં ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના IPL રસિકો માટે એક સારા સમાચાર છે. હાલ ચારેકોર ચર્ચા છે કે, IPL 2025 ની ફાઇનલ મેચ ક્યાં યોજાશે. આ તરફ હાલ સૂત્રો અને મીડિયા અહેવાલો મુજબ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025 ની ફાઇનલ મેચ યોજાઇ શકે તેવી શક્યતા છે. જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફાઇનલ માટે તૈયાર
મહત્વનું છે કે, 3 જૂને યોજાનારી આ હાઇ-વોલ્ટેજ મેચ માટે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર માનવામાં આવે છે. આ સ્ટેડિયમ અગાઉ બે વાર ફાઇનલનું આયોજન કરી ચૂક્યું છે. આ પહેલા 2022માં ગુજરાત ટાઇટન્સ અને 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે અહીં ટાઇટલ જીત્યું હતું.
ADVERTISEMENT
Cricbuzzના અહેવાલ મુજબ ફાઇનલ સિવાય બાકીના પ્લેઓફ મેચોનું આયોજન કરવા માટે મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ પહેલી પસંદગી છે. પરંતુ મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચોમાસાના વરસાદની શક્યતાને કારણે BCCI હવે અન્ય સ્થળો પર પણ વિચાર કરી રહ્યું છે.
આ 6 શહેરો પ્લેઓફ માટે તૈયાર
રિપોર્ટ અનુસાર BCCI એ IPLની બાકીની મેચો માટે 6 શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છે જે પ્લેઓફની યજમાની માટે પણ દાવેદાર છે. તેમાં દિલ્હી (અરુણ જેટલી સ્ટેડિયમ), જયપુર (સવાઈ માનસિંહ સ્ટેડિયમ), લખનૌ (BRSABV એકાના સ્ટેડિયમ), બેંગલુરુ (એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ), અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ), મુંબઈ (વાનખેડે સ્ટેડિયમ)નો સમાવેશ થાય છે. આ ઉત્તર ભારતીય શહેરોમાંથી એકને પ્લેઓફ મેચ આપવાનો નિર્ણય હવામાન અને લોજિસ્ટિક્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
કોલકાતા અને હૈદરાબાદ કેમ બંધ કરવામાં આવ્યા?
કોલકાતાના ઇડન ગાર્ડન્સને બાકાત રાખવાનું મુખ્ય કારણ તેની બધી ઘરેલુ મેચ પૂર્ણ ન થવી અને અનિશ્ચિત હવામાન છે. ઉપરાંત હૈદરાબાદની ટીમ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે અને ફક્ત એક જ મેચ બાકી છે. આવી સ્થિતિમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમને પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ 6 શહેરોની પસંદગી લોજિસ્ટિક્સ કારણોસર કરવામાં આવી છે જેથી ટીમોની મુસાફરી અને સમયપત્રકમાં કોઈ સમસ્યા ન આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT