બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:54 AM, 22 April 2025
IPL 2025ની 38 મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાઇ હતી. મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં એક વાત ખાસ ઉડીને આંખ સામે આવી હતી કે CSKના પ્લેયર્સ હાથમાં કાળીપટ્ટી પહેરીને રમવા ઉતર્યા હતા. તેમને કાળી પટ્ટીમાં મેદાનમાં આવતા જોઈને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. મેચ પછી સાચું કારણ જાણવા મળ્યું કે CSK ટીમના પ્લેયર ડેવોન કૉનવેના પિતાનું અવસાન થયું હોવાને લીધે પ્લેયર્સ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવ્યા હતા.
ADVERTISEMENT
ડેવોન કૉનવેના પિતાનું અવસાન
મેચ પછી પ્રેઝન્ટેશન સેરેમની શરૂ કરતા પહેલા હર્ષા ભોગલેએ કૉનવેને સાંત્વના આપી હતી. ન્યૂઝીલેન્ડનો આ પ્લેયર આ જ કારણના લીધે મુંબઈ સામેની મેચમાં રમ્યો નહોતો. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ તેમના સોશિયલ મીડિયા પર આ માહિતી આપીને કોનવેના પિતાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે કોનવેના પિતાનું અવસાન થયું છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમની અને તેમના પરિવારની સાથે ઉભા છીએ.
ADVERTISEMENT
Standing with Devon Conway and his family in this difficult time of his father's passing.
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2025
Our sincerest condolences. pic.twitter.com/AZi3f5dV7i
CSKની છઠ્ઠી હાર
ચેન્નાઈ સુપર કિંગ્સે તેમની IPL સીઝન 18ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત સાથે કરી હતી પરંતુ તે પછી ટીમ સતત 5 મેચ હારી ગઈ. સતત 4 હાર બાદ CSK કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો અને તેના લીધે એમએસ ધોનીએ ફરી એકવાર ટીમની કમાન સંભાળી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ આ સીઝનની બીજી હાર છે અને સીએસકેની છઠ્ઠી હાર છે. ડેવોન કોનવેએ IPL 2025 માં કુલ 3 મેચ રમી છે. જેમાં તેણે કુલ 94 રન બનાવ્યા છે. તેણે પંજાબ કિંગ્સ સામે 69 રનની ઇનિંગ રમી હતી. જોકે CSK આ મેચ પણ 18 રનથી હારી ગયું હતું.
વધુ વાંચો: IPL 2025: ગિલ-સુદર્શનની જોડીએ તોડ્યા મોટા રેકોર્ડ, બંને ભારતીય બેટરોએ રચ્યો ઇતિહાસ
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફ મુશ્કેલ
એમએસ ધોનીના નેતૃત્વ હેઠળની CSK ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું હવે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ટીમ બહાર થવાની આરે છે. CSK 8 માંથી 6 મેચ હારી ગયું છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને છે. તેમનો નેટ રન રેટ (-1.392) પણ ખરાબ છે. હવે CSK પાસે 6 મેચ બાકી છે. જો તે બધી જીતી જાય તો પણ તેના કુલ 16 પોઈન્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.