બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શમી બાદ વધુ એક ભારતીય ક્રિકેટરની વધી મુશ્કેલી, પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ

ક્રિકેટ / શમી બાદ વધુ એક ભારતીય ક્રિકેટરની વધી મુશ્કેલી, પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ

Last Updated: 03:38 PM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટર અમિત મિશ્રા પર પત્નીને હેરાન કરવાનો આરોપ લગવવામાં આવ્યો છે. શનિવારે તેમની પત્ની ગરિમા મિશ્રાએ પોલીસમાં તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અમિત મિશ્રા લેગ સ્પિનર છે અને IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રમ્યા હતા. હાલ તેઓ ક્રિકેટથી દૂર છે અને કાનપુરમાં ભારતીય રિઝર્વ બેન્કમાં કામ કરે છે. અમિત અને ગરિમાના લગ્ન 26 એપ્રિલ 2021 ના રોજ થયા હતા.

અમિત પર પત્નીને મારવાનો આરોપ

ગરિમાએ આરોપ લગાવ્યો છે કે અમિત અને તેના પરિવારજનો તેને દહેજ માટે હેરાન કરતાં હતા. તેના કહેવા મુજબ હોન્ડા સિટી કાર અને 10 લાખ રૂપિયા માટે હેરાન કરવામાં આવી હતી. આ પછી તે તેના પતિ સાથે કિડવાઈ નગર આરબીઆઈ કોલોનીમાં રહેવા લાગી. ત્યાં પણ સાસરિયાઓ દખલ કરતા રહ્યા. આરોપ છે અમિતે ગરિમાને ઘણીવાર મારી હતી અને તેને ક્યારેક આખો આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું હતું.

સાસરિયાં પર આરોપ

ગરિમાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અમિત તેની સામે ફોન પર બીજી છોકરીઓ સાથે અશ્લીલ વાતો કરતો હતો. જ્યારે તેણે આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેના પતિએ ડિસેમ્બર 2024 માં તેને ઘરમાંથી કાઢી મૂકી. ત્યારથી તે તેના પિતાના ઘરે રહે છે. અમિત મિશ્રાએ જણાવ્યું કે તેની પત્ની પોતે જ તેને હેરાન કરી રહી છે. અગાઉ ગરિમાએ અમિતની બેન્કની બહાર તેના પર હુમલો કર્યો હતો.

વધુ વાંચો: ગિલને ફટકાર્યો 12 લાખનો દંડ, આ ભૂલને કારણે ગુજરાત ટાઇટન્સના કેપ્ટનને મળી સજા

અમિત મિશ્રાએ હજુ નિવૃત્તિ લીધી નથી

અમિત મિશ્રાએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 150થી વધુ વિકેટ લીધી છે. પરંતુ ફેબ્રુઆરી 2017 થી તે ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યો નથી. 2008 થી 2016 સુધી કુલ 22 ટેસ્ટ મેચમાં તેણે 76 વિકેટ લીધી હતી. 36 વન ડે મેચમાં તેણે 64 વિકેટ લીધી હતી. 10 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 16 વિકેટ લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

wife accused Amit Mishra Cricketer
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ