બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વિમાન દુર્ઘટના પર ભાવુક થયો કોહલી, હાર્દિક પંડ્યા-રોહિત શર્માએ પણ વ્યક્ત કર્યો શોક

Ahmedabad Plane Crash / વિમાન દુર્ઘટના પર ભાવુક થયો કોહલી, હાર્દિક પંડ્યા-રોહિત શર્માએ પણ વ્યક્ત કર્યો શોક

Last Updated: 09:15 AM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું. આ હૃદયદ્રાવક ઘટના બાદ ક્રિકેટ જગત શોકમાં છે. ભારતીય ક્રિકેટ જગતના ખેલાડીઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાની બે મિનિટમાં જ વિમાન ક્રેશ થઈ ગયું. વિમાન જ્યાં ક્રેશ થયું તે જગ્યાએ કાળો ધુમાડો ખૂબ ઊંચાઈ સુધી ઉડતો જોવા મળ્યો. આ દુ:ખદ અકસ્માત પર ક્રિકેટ જગત પણ શોકમાં છે. આ દુર્ઘટના પર વિરાટ કોહલીની પ્રતિક્રિયા સામે આવી છે. કોહલીએ કહ્યું કે તે આ ઘટનાથી સંપૂર્ણપણે સ્તબ્ધ છે.

Virat Kohli

વિમાન દુર્ઘટના પર કોહલીએ શું કહ્યું?

વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને અમદાવાદમાં તઃયેલી વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેણે લખ્યું, "આજે અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું સંપૂર્ણપણે સ્તબ્ધ છું. હું આ દુર્ઘટનાના પીડિતો માટે પ્રાર્થના કરું છું અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું."

rohit sharma

રોહિતે વ્યક્ત કર્યું દુઃખ

ભારતની ODI ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને અમદાવાદ વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેણે લખ્યું, "અમદાવાદથી ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ અને તેમના પરિવારો માટે હું પ્રાર્થના કરું છું."

પૂર્વ સ્પિન બોલર હરભજન સિંહે પણ આ અકસ્માત અંગે ટ્વિટ કર્યું. તેણે કહ્યું કે તે અમદાવાદમાં થયેલી આ વિમાન દુર્ઘટનાથી સંપૂર્ણપણે સ્તબ્ધ અને દુઃખી છે.

ઇરફાન પઠાણે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઇરફાન પઠાણે લખ્યું- આજે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાથી મારું દિલ ખૂબ જ દુઃખી છે. હું બધા મુસાફરો, ક્રૂ સભ્યો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું.

યુસુફ પઠાણે લખ્યું- અમદાવાદ એરપોર્ટ નજીક અમદાવાદ-લંડન ફ્લાઇટની ઘટના અંગે સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે. હું બધા મુસાફરો અને ક્રૂની સલામતી માટે પ્રાર્થના કરું છું.

ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ગંભીરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'અમદાવાદમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે અમારી સંવેદના અને પ્રાર્થનાઓ છે.'

આ અકસ્માત અંગે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે X પર લખ્યું, 'આજે અમદાવાદમાં જે બન્યું તે દુઃખદ છે અને હું તેના માટે ખૂબ જ દુઃખી છું. જીવન ખૂબ જ કિંમતી છે, આ ઘટનાથી પ્રભાવિત તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે. ઉપરાંત, આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારો, મિત્રો અને પ્રિયજનોને શક્તિ આપે.'

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે લખ્યું, 'આ વિમાન દુર્ઘટના વિશે જાણીને દિલ તૂટી ગયું. આ ભયાનક ઘટનાથી પ્રભાવિત તમામ લોકો માટે મારી ઊંડી સંવેદના અને પ્રાર્થના.'

હાર્દિક પંડ્યાએ X પર લખ્યું, 'અમદાવાદમાં થયેલા અકસ્માત વિશે સાંભળીને દિલ તૂટી ગયું. અસરગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના અને તેમને શક્તિ મળે તેવી પ્રાર્થના.'

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ આ અકસ્માતથી ખૂબ જ દુઃખી છે. સૌરવ ગાંગુલીએ X પર લખ્યું, 'અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. મારી પ્રાર્થનાઓ અસરગ્રસ્ત પરિવારો અને પ્રિયજનો સાથે છે. ભગવાન આ દુઃખની ઘડીમાં તેમને શક્તિ આપે.'

Vtv App Promotion 2

આ પણ વાંચો: 'જાઓ, પિતાની જેમ ઓટો ચલાવો', મોહમ્મદ સિરાજે જણાવ્યું કેવી રીતે લોકો મારતા હતા ટોણો

2 મિનિટમાં જ ક્રેશ થયું વિમાન

એર ઈન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જવા રવાના થયું હતું. વિમાન ઉડાન ભરતાની સાથે જ તેનું સંતુલન ખોરવાઈ ગયું અને બે મિનિટમાં જ વિમાન ક્રેશ થઈ ગયું. વિમાન જ્યાં ક્રેશ થયું ત્યાં જોરદાર વિસ્ફોટ સંભળાયો અને થોડીવારમાં જ બધે કાળો ધુમાડો ફેલાઈ ગયો. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171, જે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતી તે આગનો ગોળો બની ગઈ. અંધાધૂંધી મચી ગઈ અને થોડી જ વારમાં અનેકો જીવ રાખ થઈ ગયા. આ વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી ફક્ત એક જ મુસાફર બચી ગયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Rohit Sharma Virat Kohli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ