બ્રેકિંગ ન્યુઝ
Vidhata Gothi
Last Updated: 09:20 AM, 17 June 2025
WTC 2025-27: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. નવા ચક્રમાં પહેલી સીરીઝ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. જે આજથી શરૂ થવા જઈ રહી છે. આ ટેસ્ટ મેચ શ્રીલંકાના દિગ્ગજ ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝની છેલ્લી ટેસ્ટ મેચ હશે, મેથ્યુઝ આ મેચ પછી ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટને અલવિદા કહી દેશે. આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રમાં કુલ 131 મેચ રમાશે. જેમાં ઓસ્ટ્રેલિયા સૌથી વધુ મેચ રમવાનું છે.
ADVERTISEMENT
Sri Lanka include fresh faces in squad to take on Bangladesh in first Test at Galle 💪#SLvBANhttps://t.co/3bOdwIVBWl
— ICC (@ICC) June 15, 2025
ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ રમશે સૌથી વધુ મેચ
ADVERTISEMENT
આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમો સૌથી વધુ મેચ રમવાની છે. આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ 22 અને ઇંગ્લેન્ડની ટીમ 21 ટેસ્ટ મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વેસ્ટ ઇન્ડીઝ સાથે ટેસ્ટ સીરીઝ સાથે WTC ના નવા ચક્રની શરૂઆત કરશે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 20 જૂનથી ટીમ ઇન્ડિયા સાથે 5 મેચની ટેસ્ટ સીરીઝ સાથે તેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ઝુંબેશની શરૂઆત કરવા જઈ રહી છે.
📍 Beckenham
— BCCI (@BCCI) June 13, 2025
A solid Opening Day in the Intra-Squad game!
Half-centuries for KL Rahul & Captain Shubman Gill 👌 👌
Shardul Thakur amongst the wickets 👍 👍 pic.twitter.com/7lfEFoL4KE
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયા કેટલી મેચ રમશે?
આ વખતે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રમાં કુલ 18 મેચ રમશે. જેમાં ટીમ ઇન્ડિયાએ 9 મેચ વિદેશમાં અને 9 મેચ ઘરે રમવાની છે. હાલમાં ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. જે WTC 2025-27 ચક્રમાં બંને ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, તેથી આ વખતે નવા કેપ્ટન શુભમન ગિલના ખભા પર મોટી જવાબદારી રહેશે.
ADVERTISEMENT
A performance worthy of defending champions. Well fought, Australia 👏
— ICC (@ICC) June 14, 2025
Read more ➡️ https://t.co/BjRy7oF0Sd#WTC25 pic.twitter.com/Kzr2ZQVXu8
બાકીની ટીમો રમશે આટલી મેચ
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રમાં, ન્યુઝીલેન્ડની ટીમ 16 મેચ રમવાની છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 14 અને પાકિસ્તાનની ટીમ 13 મેચ રમવાની છે. આ ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ 12-12 મેચ રમશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઇંગ્લેન્ડમાં માત્ર બે ભારતીય ક્રિકેટરોએ મારી છે ડબલ સેન્ચુરી! કોહલી-રોહિત કે સચિન-ગાંગુલીના નામ નથી સામેલ
આ વખતે સાઉથ આફ્રિકાએ મારી બાજી
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ આ વખતે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે લોર્ડ્સમાં રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટથી જીત મેળવીને પહેલી વાર ટાઇટલ જીત્યું. આ પહેલી વાર હતું જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ WTC ફાઇનલમાં પહોંચી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.