બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / sports news cricket stuart binny vinay kumar and manoj tiwaris wife is very beautiful
Vikram Mehta
Last Updated: 10:40 PM, 19 April 2023
ADVERTISEMENT
તમામ યુવા ખેલાડીનું સપનું હોય છે કે, તે ભારતીય ટીમની જર્સીમાં ડેબ્યૂ કરે. અનેક ખેલાડીઓએ આ સપનું પૂરું પણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન ના કરવાને કારણે અનેક ખેલાડીઓ ભારતીય ટીમની બહાર થઈ ગયા છે. અનેક ક્રિકેટર તેમની સુંદર પત્નીને કારણે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. અહીંયા એવા 3 ભારતીય ખેલાડીઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેઓ મેદાન પર ફ્લોપ સાબિત થયા છે, પરંતુ તેમની સુંદર પત્નીઓને કારણે ચર્ચાનો વિષય બની ગયા છે.
સ્ટુઅર્ટ બિન્ની (Stuart Binny)-
આ ભારતીય ખેલાડીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિઅર વધુ સમય સુધી ટકી શક્યું નથી. તેઓ તેમની સુંદર પત્ની મયંતી લૈંગર (Mayanti Langer) ને કારણે ચર્ચામાં રહે છે. મયંતી લૈંગર એક સ્પોર્ટ્સ એન્કર છે. ઇન્ડિયન ક્રિકેટ લીગની એક મેચ દરમિયાન સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લૈંગર સંપર્કમાં આવ્યા હતા. જ્યાં તેમની વચ્ચે પ્રેમ પાંગરતા વર્ષ 2007 થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર છે.
ADVERTISEMENT
વિનય કુમાર (Vinay Kumar)-
વિનય કુમારનું કરિઅર કંઈ ખાસ રહ્યું નથી, પરંતુ તેમની સુંદર પત્ની ઋચા સિંહ (Richa Singh)ને કારણે ચર્ચામાં રહે છે. ઋચા સિંહ બેંગ્લોરમાં સ્થિત ઈન્ટેગ્રિટી સ્પોર્ટ્સ કંપનીનું સંચાલન કરે છે. વિનય કુમારે વર્ષ 2013માં ટીમ ઇન્ડિયા માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમણે વર્ષ 2020 પછી ઘરેલુ મેચ પણ નથી રમી.
મનોજ તિવારી (Manoj Tiwari)-
મનોજ તિવારીની પત્ની સુષ્મિતા રોય (Sushmita Roy) ખૂબ જ સુંદર છે. સુષ્મિતા રોય સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરતી રહે છે. વર્ષ 2007માં કોમન ફ્રેન્ડ દ્વારા મનોજ તિવારી અને સુષ્મિતા રોયની મુલાકાત થઈ હતી. મનોજ તિવારીએ લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી વર્ષ 2013માં હાવડામાં સુષ્મિતા રોય સાથે લગ્ન કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ વનડે / VIDEO : 6,4,6,4,0,6, ફિલ સોલ્ટે હર્ષિત રાણાને બરાબરનો ધોયો, ડેબ્યૂમાં શર્મનાક રેકોર્ડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.