બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / IPL રસિકો માટે ખુશખબર, આ તારીખથી ફરી શરૂ થશે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ
Last Updated: 04:45 PM, 11 May 2025
IPL 2025 ને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. આ અપડેટ ક્રિકેટ પ્રેમીઓને ખુશ કરી દેશે. હકીકતમાં BCCI એ પંજાબ કિંગ્સ સિવાય બાકીની 9 ટીમોને પોતાના વેન્યૂ પર પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, IPL આગામી સપ્તાહના અંત પહેલા એટલે કે 16-17મે સુધીમાં ફરી શરૂ થઈ શકે છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં નવા શેડ્યૂલની જાહેરાત કરશે. જણાવી દઈએ કે, IPL 2025 ની અત્યાર સુધીમાં 57 મેચ રમાઈ છે. PBKS vs DC મેચથી જ સીઝન સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ મેચથી જ IPL ફરી શરૂ થશે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે આઇપીએલ સ્થગિત કર્યા બાદ ઘણા વિદેશી ખેલાડી પોત-પોતાના દેશ પરત ફર્યા હતા. જોકે, હવે ફ્રેન્ચાઇઝી તેમને પાછા બોલાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે, કે બીસીસીઆઇ કોઈ પણ કિંમતે આઇપીએલ 2025 ને 25 મે સુધી પૂરી કરવા ઈચ્છે છે. આ કારણે બીસીસીઆઇએ ટીમોને મંગળવાર સુધી વેન્યૂ પર પહોંચાવનો નિર્દેશ આપ્યો છે.
ADVERTISEMENT
આ રીતે સમય પર પૂરી થશે લીગ
રિપોર્ટમાં સૂત્રો અનુસાર લખ્યું, "ફ્રેન્ચાઇઝીઓને મંગળવાર સુધીમાં પોતપોતાના સ્થળોએ પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. પંજાબ કિંગ્સ માટે એક અલગ સ્થળ નક્કી કરવામાં આવશે. તેથી, તેમનું સ્થળ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. BCCI IPL 2025 સમયસર પૂર્ણ કરવા માટે ડબલ હેડર મેચનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે."
વધુ વાંચો: નક્કી થઈ ગયો ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન, હવે ખાલી જાહેરાત બાકી, બધાનો માનીતો છે!
સરકાર સાથે વાતચીત બાદ જાહેરાત કરવામાં આવશે
અહેવાલમાં આઈપીએલ ચેરમેનને ટાંકીને જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ થયા પછી, તેઓ શક્ય તેટલી વહેલી તકે આઈપીએલ ફરી શરૂ કરવાના વિકલ્પો શોધી રહ્યા છે. તેમણે કહ્યું, "યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. હવે અમે IPL ફરી શરૂ કરવાની અને પૂર્ણ કરવાની શક્યતા પર વિચાર કરી રહ્યા છીએ. જો તેનું તાત્કાલિક આયોજન શક્ય બને, તો અમારે સ્થળ, તારીખો અને અન્ય વ્યવસ્થાઓ નક્કી કરવી પડશે. સૌથી અગત્યનું, અમારે સરકાર સાથે સલાહ લેવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT