બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: કેએલ રાહુલે બેન સ્ટોક્સને 3-1થી હરાવ્યો, ટેસ્ટ સીરીઝ પહેલા ઉડી ઇંગ્લિશ કેપ્ટનની ઊંઘ
Vidhata Gothi
Last Updated: 10:15 AM, 17 June 2025
KL Rahul-Ben Strokes Challenge Video: ઇંગ્લેન્ડમાં હાલમાં ક્રિકેટ તેના ચરમ પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના રોમાંચ પછી, હવે યજમાન ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ સીરીઝ રમાવાની છે, જેની દરેક ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સીરીઝ શરૂ થાય તે પહેલાં વાતાવરણ પણ ગરમાવા લાગ્યું છે. બંને ટીમ તરફથી જીતના દાવા પણ કરવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન એક અનોખી ચેલેન્જ ગેમ પણ જોવા મળી જેમાં બંને ટીમોના મોટા ખેલાડીઓએ ભાગ લીધો અને ઘણા અનોખા કરતબ પણ કરતા જોવા મળ્યા. આ ખેલાડીઓ છે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ભારતીય ખેલાડી કેએલ રાહુલ.
ADVERTISEMENT
always pushing the boundaries 😏
— Red Bull (@redbull) June 16, 2025
🏏: KL Rahul & Ben Stokes
watch the full video on Red Bull YouTube 📺 pic.twitter.com/WsyMAprI9M
શાનદાર ફોર્મમાં ચાલી રહેલ કેએલ રાહુલ ટેસ્ટ સીરીઝ માટે તૈયારી કરી રહ્યો છે અને તે 20 જૂનથી શરૂ થઈ રહેલી ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં મોટી છાપ છોડવા માટે ઉત્સુક છે. ટેસ્ટ સીરીઝ શરૂ થાય તે પહેલાં, રાહુલનો એક મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અલગ અલગ અને અનોખા ચેલેન્જ કરતો જોવા મળે છે. ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ પણ તેની સાથે આ ચેલેન્જમાં ભાગ લઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે રાહુલે મોટાભાગના ચેલેજ જીતી લીધા.
ADVERTISEMENT
એક પ્રમોશનલ ઇવેન્ટમાં, રાહુલ અને સ્ટોક્સ વચ્ચે બેટિંગની એક ચેલેન્જ મેચ થઈ જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. રેડ બુલ સમય-સમય પર વિવિધ રમતોમાં અનોખા ચેલેન્જ કરાવતું રહે છે. હવે, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝને પ્રમોટ કરવાના હેતુથી, તેણે આ બે ખેલાડીઓને ચેલેન્જ આપ્યા. પહેલા ચેલેન્જમાં રાહુલને 18 ટાયરવાળા ચાલતા ટ્રકની ઉપર બોલિંગ મશીનનો સામનો કરવો પડ્યો, જ્યાં તેને 8 બોલ મેળવવાના હતા. જેમાંથી તેણે કુલ 500 મીટર સુધી બોલ મારવાનો હતો. બીજા ચેલેન્જમાં સ્ટોક્સને તળાવની વચ્ચે ઉભો રાખો દીધો. જ્યાં ક્રિકેટ પીચ તરતી હતી. તેનો ચેલેન્જ એ હતો કે તેણે તળાવ પર છ અલગ અલગ તરતા ટાર્ગેટ પર બોલ મારવાનો હતો. સ્ટોક્સે પ્રથમ ચેલેજ જીત્યો જ્યારે રાહુલે બીજો જીત્યો.
ADVERTISEMENT
રાહુલે સાબિત કરી પોતાની ક્ષમતા
ત્રીજો અને ચોથો ચેલેન્જ ખૂબ જ મુશ્કેલ હતો જેમાં રાહુલ અને સ્ટોક્સે એક પછી એક અલગ-અલગ રૂમમાં ચેલેન્જનો સામનો કર્યો. પહેલામાં, બોલ અલગ અલગ એન્ગલથી આવવાનો હતો, બીજામાં, બોલ અચાનક કોઈ સમયે આવવાનો હતો. ત્રીજામાં, તેઓએ માર્બલ, રબર અને અન્ય મટીરીયલથી બનેલી પીચ પર રમવાનું હતું. જ્યારે ચોથામાં, તેમને એવા બોલનો સામનો કરવો પડ્યો જ્યાં દરેક બોલ અલગ રીતે વર્તે. ચોથા અને છેલ્લા ચેલેન્જમાં સ્ટોક્સ અને રાહુલે ટાર્ગેટ તેમની નજીક પહોંચે તે પહેલા તેના પર બોલથી નિશાન સાધવાનું હતું. આમાં, પહેલા તેઓએ ફરતી રીક્ષા પર ટાર્ગેટ પર ફટકારવાનું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: ICCની સૌથી મોટી ટુર્નામેન્ટની શરૂઆત, 9 ટીમો વચ્ચે રમાશે 131 મેચ
આ પછી, બીજામાં, તેઓએ કન્ટેનર પર રાખેલા ટાર્ગેટને ફટકારવાનું હતું. ત્રીજામાં, તેઓએ જમીન પર મૂકેલા ટાર્ગેટને ફટકારવાનું હતું. છેલ્લા તબક્કામાં, તેઓએ ડ્રોનની ઉપર લટકાવેલા કાચ પર નિશાન સાધવાનું હતું. રાહુલે પ્રથમ તબક્કામાં નિશાન સાધ્યું હતું. જયારે સ્ટોક્સે બીજા અને ત્રીજા તબક્કામાં નિશાન સાધ્યું. જ્યારે છેલ્લા તબક્કામાં, રાહુલે કાચ પર ટાર્ગેટ કરીને આ અનોખા ચેલેન્જને પૂર્ણ કર્યો. એકંદરે, રાહુલ ચેલેન્જ 3-1થી જીતી ગયો અને સીરીઝ પહેલા અંગ્રેજી કેપ્ટનને મોટો ઝટકો પણ આપ્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.