બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતને નહીં મળે WTC ફાઇનલની મેજબાની! ICCએ આપ્યો BCCI અને ભારતીય ચાહકોને ઝટકો
Last Updated: 09:45 AM, 14 June 2025
WTC Final: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC Final) ને હોસ્ટ કરવાનું સપનું હજુ થોડા વર્ષો સુધી અધૂરું રહી શકે છે. BCCI ને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી મોટો ઝટકો લાગી શકે છે. બીસીસીઆઈના પૂર્વ સચિવ જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) ના અધ્યક્ષ બન્યા પછી, એવી આશા હતી કે આગામી ફાઇનલ અથવા તે પછી યોજાનારી ડબલ્યુટીસી ફાઇનલ ભારતમાં યોજાશે. પરંતુ હવે એવું લાગે છે કે જય શાહે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ભારતીય ચાહકોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
ADVERTISEMENT
BCCIએ જોવી પડશે 8 વર્ષ રાહ
ADVERTISEMENT
WTC ની શરૂઆતથી જ ફાઇનલ મેચો ઇંગ્લેન્ડમાં યોજાઈ રહી છે. BCCI એ ભારતમાં WTC ફાઇનલ કરાવવાનો મામલો ICC સમક્ષ રજૂ કર્યો હતો, પરંતુ અહેવાલો મુજબ, આગામી ત્રણ WTC ફાઇનલ પણ ઇંગ્લેન્ડ જ હોસ્ટ કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની કમાન જો 2029-31 સીઝન સુધી ઇંગ્લેન્ડ પાસે જ રહે છે, તો ભારતે WTC ફાઇનલ હોસ્ટ કરવા માટે લગભગ આઠ વર્ષ રાહ જોવી પડશે. અહેવાલ મુજબ, જુલાઈ 2025 માં સિંગાપોરમાં યોજાનારી ICC ની વાર્ષિક પરિષદમાં આ વાતની જાહેરાત કરી શકાય છે કે આગામી ત્રણ વખત પણ WTC ફાઇનલ ઇંગ્લેન્ડ જ હોસ્ટ કરશે.
ADVERTISEMENT
BCCI ને ન મળી તક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છેલ્લા છ વર્ષથી સતત પ્રયાસ કરી રહ્યું છે કે ભારતને WTC ફાઇનલ હોસ્ટ કરવા મળે. પરંતુ વિશ્વ ક્રિકેટમાં BCCI ના વધતા પ્રભાવ છતાં, યજમાની મળી શકી નથી. BCCI ના ભૂતપૂર્વ સચિવ જય શાહ હાલમાં ICC ના અધ્યક્ષ છે, તેમ છતાં, આ તક ભારતના હાથમાંથી સરકી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કેપ્ટન બનતા જ શુભમન ગિલે ફટકારી અડધી સદી, અન્ય બે ખેલાડીઓએ પણ કરી કમાલ
ઇંગ્લેન્ડના હાથમાં WTC ફાઇનલનો પાવર
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી ફાઇનલ વર્ષ 2021 માં ઇંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. જયારે બીજી WTC ફાઇનલ 2023 માં લંડનના ઓવલ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ત્રીજી ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.