#MeToo મૂવમેન્ટથી દાવાનળની જેમ ફેલાઇ રહી છે. અમેરિકાથી લઈને ભારત સુધી મહિલાઓ શારીરિક કે માનસિક સતામણીની ઘટનાઓ પર પ્રકાશ પાડી રહી છે. #MeTooની ચપેટમાં નાના પાટેકર આલોક નાથ જેવા કલાકારો એમ. જે. અકબર જેવા નેતા સિવાય અર્જૂન રણતુંગા-લસિથ મલિંગા જેવા ક્રિકેટર્સ ના નામ સામે આવ્યા છે. હવે આ મૂવમેન્ટ BCCIના CEO રાહુલ જોહરીનું પણ શામેલ થયું છે.
એક મહિલા પત્રકારે રાહુલ જોહરી પર દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે આ મહિલા પત્રકારે પોતાની ઓળખ નથી કરી. રાહુલ જોહરી 2016થી BCCIના CEO પદે છે.
had emails sent about a BUNCH of head honchos in media. survivor has asked to not put out all the names. Rahul Johari your #timesup#metoopic.twitter.com/L78Ihkk1u0
@PedestrianPoet નામના આ ટ્વિટર હેંડલના ઇમેલથી સ્ક્રીન શૉટ શૅર કરતા BCCIના CEOનમા યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. જે ઇમેલનો સ્ક્રીન શૉટ શૅર કરવામાં આવ્યો છે જેનાથી રાહુલ જોહરીને મહિલા પત્રકારને મોકલ્યો હતો.
મહિલાએ રાહુલ જોહરી પર આરોપ મૂક્યો છે કે ''રાહુલ માટે મારી મુલાકાત જોબના સંદર્ભે થઇ હતી. અમે બંને એક કોફી શોપમાં મળ્યા હતા અને તેમણે મારી પાસે નોકરીના બદલે કંઇક આપવાની માગ કરી હતી.''