બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / IPL 2025માં આ 5 બેટરો બોલર માટે કાળ સમાન, મેદાનમાં મચાવશે તોફાન

ક્રિકેટ / IPL 2025માં આ 5 બેટરો બોલર માટે કાળ સમાન, મેદાનમાં મચાવશે તોફાન

Last Updated: 11:55 PM, 17 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 માર્ચથી શરૂ થઈ રહેલી આઇપીએલ 2025નો ઉત્સાહ ચરમસીમાએ હશે અને મેદાન પર ખેલાડીઓ એકબીજા કરતા પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની દોડમાં રેકોર્ડની જડી લગાવશે.

22 માર્ચથી શરૂ થઈ રહેલી આઇપીએલ 2025નો ઉત્સાહ ચરમસીમાએ હશે અને મેદાન પર ખેલાડીઓ એકબીજા કરતા પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની દોડમાં રેકોર્ડની જડી લગાવશે. આ બધા ખેલાડીઓ આ સિઝનમાં પોતાની બેટિંગ ચમકાવી શકે છે. ચાલો 5 બેટ્સમેન પર એક નજર કરીએ જે આ વર્ષે પોતાના સારા પ્રદર્શનથી ચાહકોને રોમાંચિત કરી શકે છે.

22 માર્ચથી શરૂ થઈ રહેલી IPL 2025નો ઉત્સાહ ચરમસીમાએ હશે અને મેદાન પર ખેલાડીઓ એકબીજા કરતા પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની દોડમાં રેકોર્ડનો મારો ચલાવશે. આ બધા ખેલાડીઓ આ સિઝનમાં પોતાની બેટિંગ ચમકાવી શકે છે. ચાલો 5 બેટ્સમેન પર એક નજર કરીએ જે આ વર્ષે પોતાના સારા પ્રદર્શનથી ચાહકોને રોમાંચિત કરી શકે છે.

suryakumar-yadav

સૂર્યકુમાર યાદવ

મુંબઈ ઈન્ડિયન્સના ધાકડ બેટ્સમેન સૂર્યકુમાર યાદવની ગણતરી સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાં થાય છે. સૂર્યકુમાર યાદવ 360 ડિગ્રીનો બેટ્સમેન છે, જે મેદાનમાં ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં માહિર છે. IPL 2025 માં સૂર્યકુમાર યાદવ પોતાના તોફાનથી વિરોધી બોલરોના દિલમાં દહેશત મચાવી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સના આ સ્ટાર બેટ્સમેને ગયા આઈપીએલ સીઝનમાં 11 મેચમાં 34.50 ની સરેરાશથી 345 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 3 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 102 રન અણનમ રહ્યો.

Yashasvi-Jaiswal

યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલ એક ક્ષણમાં મેચને પલટાવવામાં માહિર છે. યશસ્વી જયસ્વાલ IPL 2025 માં રન અને સદીઓની જડી લગાવી શકે છે. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ગયા IPL સીઝનમાં 16 મેચોમાં 31.07 ની સરેરાશથી 435 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 1 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 104 રન અણનમ રહ્યો. યશસ્વી જયસ્વાલમાં ખૂબ જ ઝડપથી રન બનાવવાની ક્ષમતા છે. યશસ્વી જયસ્વાલ ક્રીઝ પર આવતાની સાથે જ શ્રેષ્ઠ બોલરોને પણ ફટકારવાનું શરૂ કરી દે છે.

Faf-du-Plessis

ફાફ ડુ પ્લેસિસ

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ IPL 2025 સીઝનમાં નવી ટીમ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળશે. ફાફ ડુ પ્લેસિસ એવા વિદેશી ક્રિકેટરોમાંના એક છે જેમનું બેટ આઈપીએલમાં ધમાકેદાર રહ્યું છે. ફાફ ડુ પ્લેસિસે ગયા IPL સિઝનમાં 15 મેચમાં 29.20 ની સરેરાશથી 438 રન બનાવ્યા હતા, જેમાં 4 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 64 રન હતો. જો ફાફ ડુ પ્લેસિસ IPL 2025 માં પોતાના બેટથી ધમાકેદાર પ્રદર્શન કરવામાં સફળ રહે છે, તો દિલ્હી કેપિટલ્સને તેનો જબરદસ્ત ફાયદો મળી શકે છે.

rohit-sharma-shubman-gill (1).jpg

શુભમન ગિલ

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ આઇપીએલ 2025 માં પોતાના બેટથી ધમાલ મચાવવા માટે તૈયાર છે. શુભમન ગિલે ગયા આઇપીએલ સીઝનમાં 12 મેચોમાં 38.73 ની સરેરાશથી 426 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 104 રન હતો. શુભમન ગિલે તાજેતરમાં યોજાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 5 મેચમાં 188 રન બનાવ્યા હતા. શુભમન ગિલને ભારતના ભાવિ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ક્રિકેટ / IPL 2025: ટીવી કે મોબાઈલ, હવે તમામ મેચ ફ્રીમાં જોઈ શક્શો! જાણો કેવી રીતે

virat kohli aa (1)

વિરાટ કોહલી

વિરાટ કોહલી પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને પહેલીવાર ચેમ્પિયન બનાવવા માટે ઉત્સુક છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLના ઇતિહાસમાં ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યું છે, પરંતુ તે એક પણ ટ્રોફી જીતી શક્યું નથી અને ત્રણેય વખત રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો છે. ગયા આઇપીએલ સિઝનમાં, વિરાટ કોહલી સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને તેણે ઓરેન્જ કેપનો ખિતાબ પણ જીત્યો હતો. વિરાટ કોહલીએ ગયા આઇપીએલ સીઝનમાં 15 મેચોમાં 61.75 ની સરેરાશથી 741 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 113 રન હતો. વિરાટ કોહલી IPL 2025 માં રન બનાવવા માટે બેતાબ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 Cricket Virat kohli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ