બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / આજે કિંગ્સ અને રોયલ વચ્ચે જોરદાર મુકાબલો, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ અને પીચ રિપોર્ટ
Last Updated: 09:46 AM, 18 April 2025
RCB vs PBKS Head to Head: આઇપીએલ 2025 ની 34મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર પંજાબ કિંગ્સ સાથે થશે. આ મેચ 18 એપ્રિલે સાંજે 7:30 વાગ્યે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમોએ તેમની અગાઉની મેચોમાં શાનદાર જીત મેળવી હતી. બેંગલુરુએ રાજસ્થાન રોયલ્સને તેમના ઘરઆંગણે 9 વિકેટે હરાવ્યું હતું. જ્યારે પંજાબ કિંગ્સે ઓછા સ્કોરવાળી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રનથી હરાવ્યું. તમને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સનો હેડ ટુ હેડ રેકોર્ડ જણાવીએ.
ADVERTISEMENT
આરસીબી વિરુદ્ધ પીબીકેએસનો હેડ ટુ હેડ રેકોર્ડ
ADVERTISEMENT
આઇપીએલના ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે બરાબરની ટક્કર રહી છે અને પંજાબની ટીમ એક જીત સાથે આગળ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે, જેમાંથી RCB એ 16 મેચ જીતી છે. જ્યારે PBKS 17 માં જીત્યું.
RCB vs PBKS: છેલ્લા પાંચ મેચના પરિણામો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 60 રનથી જીત મેળવી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 વિકેટે જીત મેળવી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 24 રનથી જીત મેળવી
પંજાબ કિંગ્સ 54 રનથી જીત્યું
પંજાબ કિંગ્સનો 5 વિકેટે વિજય
IPL 2025 પોઈન્ટ ટેબલ પર બંને ટીમોની હાલની સ્થિતિ ?
રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે છ મેચમાં ચાર જીત નોંધાવી છે. તેઓ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પંજાબ કિંગ્સે પણ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં છમાંથી ચાર મેચ જીતી છે અને તેમની ટીમ હાલમાં ચોથા સ્થાને છે.
RCB vs PBKS પિચ રિપોર્ટ
શુક્રવારે આઇપીએલ 2025 ની 34મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ એકબીજા સામે ટકરાશે. આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. 18મી સીઝનમાં RCB અત્યાર સુધીમાં બે વાર તેના હોમ ગ્રાઉન્ડ પર રમી ચૂક્યું છે અને જીત મેળવી શક્યું નથી. આવી સ્થિતિમાં હવે બેંગલુરુ ઘરઆંગણાના ચાહકોને વિજયની ભેટ આપવા માંગશે.
બેટ્સમેનોને મદદ મળશે
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની સપાટી બેટ્સમેન માટે અનુકૂળ રહેશે. ખાસ કરીને પહેલી ઇનિંગમાં બેટ્સમેનોને મદદ મળશે. બીજી બાજુ બોલિંગની વાત આવે ત્યારે બીજા દાવમાં ઝડપી બોલરોને મદદ મળશે. આ મેદાન પર 190-210 વચ્ચેનો સ્કોર સારો સ્કોર બની શકે છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બાઉંન્ડ્રી નાની છે.
હવામાન કેવું રહેશે?
જો હવામાનની વાત કરીએ તો 18 એપ્રિલે બેંગલુરુનું હવામાન ગરમ રહેશે. હવામાન વેબસાઇટના અહેવાલ મુજબ શુક્રવારે બેંગલુરુમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે અને ટોસ સાંજે 7 વાગ્યે થશે. સાંજે બેંગલુરુમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમના આંકડા
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 97 આઇપીએલ મેચ રમાઈ ચૂકી છે. આ સમયગાળા દરમિયાન પહેલા બેટિંગ કરતી ટીમોએ 41 મેચ જીતી છે અને પીછો કરતી ટીમોએ 52 મેચ જીતી છે. આ ઉપરાંત 4 મેચ અનિર્ણિત રહી. ટોસ જીતનારી ટીમોએ 52 મેચ જીતી છે અને હારનારી ટીમોએ 41 મેચ જીતી છે.
આ પણ વાંચોઃ IPL 2025 / મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત, હૈદરાબાદ સામે 4 વિકેટથી શાનદાર જીત
બેંગલુરુમાં સૌથી વધુ સ્કોર સનરાઇઝર્સ હૈદરાબાદનો છે (287/3 વિરુદ્ધ RCB, 2024). સૌથી ઓછો સ્કોર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો છે (82 વિરુદ્ધ કેકેઆર, 2008). બેંગલુરુએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 93 મેચ રમી છે અને તેમાંથી 43 મેચ જીતી છે. આરસીબીએ ઘરઆંગણે પણ 45 મેચ હારી છે. ઉપરાંત 1 મેચ ટાઇ રહી હતી અને 4 અનિર્ણિત રહી હતી. બીજી તરફ પંજાબ કિંગ્સે બેંગલુરુમાં રમાયેલી 13 મેચમાંથી 5 મેચ જીતી છે. ટીમને 8માં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.