બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / Video: લો બોલો! માહી સામે તો આ ટેક્નોલોજી પણ ફેઇલ થઇ ગઇ, વીડિયો જોઇ ફેન્સ પણ આશ્ચર્યચકિત
Last Updated: 03:27 PM, 15 April 2025
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ દરમિયાન એમએસ ધોની રોબોટ શ્વાન સાથે રમતા જોવા મળ્યો હતો. ટોસ દરમિયાન ધોની મેદાન પર આવતાની સાથે જ રોબોટ શ્વાન તેનો પીછો કરવા લાગ્યો. આ સમય દરમિયાન, ધોની વોર્મઅપ કરી રહ્યો હતો. પછી કેમેરા ડોગ પણ વચ્ચે આવ્યો.. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટને આ સમય દરમિયાન શ્વાન પર નજર રાખી અને પછી થોડા સમય પછી તેણે કંઈક એવું કર્યું જેણે જોયું બધા જ હસવાં લાગ્યાં.
ADVERTISEMENT
ધોનીએ રોબોટ શ્વાનને ઉંધો કરી દીધો
આ રોબોટ શ્વાન ઘણા સમયથી વાયરલ થઈ રહ્યો છે અને કોમેન્ટેટર્સથી લઈને ક્રિકેટરો સુધી દરેક તેની સાથે રમતું જોવા મળે છે. આ દરમિયાન, જ્યારે ધોની તાલીમ લઈ રહ્યો હતો, ત્યારે માહીએ તે જોયું અને ધોનીએ તેને ઉંધુ કરી નાખ્યું. ધોનીએ તેને ઉંધુ કરતાં જ શ્વાન ફરી ઊભો થઈ શક્યો નહીં. આ પહેલા આ શ્વાન હાર્દિક પંડ્યા સાથે પણ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
Thalaa 🤣❤️ pic.twitter.com/7xtgm0g2P7
— Dhoni Tharane 5️⃣ 🦁 (@Tharane__Talks) April 14, 2025
તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. ટીમ 6 માંથી 5 મેચ હારી ગઈ છે. ધોનીએ કહ્યું કે ટીમના ખરાબ પ્રદર્શન છતાં, ખેલાડીઓને ટેકો આપવો પડશે. આપણે કન્સિસ્ટન્સી જાળવી શક્યા નથી. અમે પહેલી 6 ઓવરમાં અમે બોલિંગમાં સારુ પ્રદર્શન કરી શક્યા નથી, જે ચિંતાનો વિષય છે. પણ આપણે પછીથી કમબેક કરતાં હોઇએ છીએ. હાલમાં અમારે એક સ્થાને પહોંચીને અમારી જાતને સાબિત કરવાની છે. જો તમે સ્કોર બનાવવા ઇચ્છો છો તો બોલ બાઉન્ડ્રીને પાર મોકલવો પડશે. મોટા શોટ રમવા પડે છે.
વધુ વાંચો: IPL વચ્ચે રાતોરાત ચમકી ગઇ આ દિગ્ગજ ખેલાડીની કિસ્મત, ICCએ આપ્યું મોટું ઇનામ
લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે બે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા. આર અશ્વિન અને ડેવોન કોનવેની જગ્યાએ, 20 વર્ષીય શેખ રાશિદે અને ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર જેમી ઓવરટનની પણ ટીમમાં થઇ એન્ટ્રી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.