બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / સાંઈ સુદર્શન અને શુભમને રમી વિસ્ફોટક ઈનિંગ, દિલ્હીને 10 વિકેટથી પછાડ્યું
Last Updated: 11:09 PM, 18 May 2025
IPL 2025 ની 60 મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિમમાં મુકાબલો રમાઈ રહ્યો હતો. જેમાં ગુજરાત ટાઈટન્સે 10 વિકેટ સાથે જીત મેળવી છે. આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. દિલ્હીની ટીમ પહેલા બોલિંગ માટે ઉતરી હતી. 20 ઓવર પૂરી થયા બાદ દિલ્હીએ ગુજરાતને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ADVERTISEMENT
Match 60. Gujarat Titans Won by 10 Wicket(s) https://t.co/4flJtatmxc #DCvGT #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) May 18, 2025
આવી રહી દિલ્હીની શરૂઆત
ADVERTISEMENT
પેહલા બેટિંગ માટે ઉતરેલી દિલ્હીની શરૂઆત કઈ ખાસ નહતી. કેએલ રાહુલ અને ફાફે ધીમી શરૂઆત બતાવી પરંતુ ચોથા જ ઓવરમાં દિલ્હીને ફાફ ડુ પ્લેસીસનો ઝટકો લાગ્યો. અરશદ ખાને આ વિકેટ લીધી હતી. પરંતુ આ બાદ કેએલ રાહુલે ધૈર્ય બતાવ્યું અને દિલ્હીની ઇનિંગ સંભાળી. બીજી બાજુ અભિષેક પોરેલે પણ તેનો સાથ આપ્યો. કેએલ રાહુલે 35 બોલમાં અડધી સદી ફટકારી અને દિલ્હીનો સ્કોર 10 ઓવર બાદ 80એ પહોંચ્યો.
ત્યારે 12 મી ઓવરમાં દિલ્હીને બીજો ઝટકો લાગ્યો જ્યારે અભિષેક પોરેલ 19 બોલમાં 30 રન બનાવીને આઉટ થઈ ગયો. પરંતુ બીજી બાજુ રાહુલ ટકી રહ્યો. 17 મી ઓવરમાં અક્ષર પટેલની પણ વિકેટ ગઈ. અક્ષરે 16 બોલમાં 25 રન બનાવ્યા. પરંતુ રાહુલનો જબરદસ્ત અંદાજ જળવાઈ રહ્યો. 19 મી ઓવરમાં કેએલ રાહુલે માત્ર 60 બોલમાં સદી ફટકારી હતી. આઈપીએલના ઇતિહાસમાં આ કેએલ રાહુલની 5મી સદી છે. આ મેચમાં કેએલ રાહુલે 65 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાહુલે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જેના આધારે દિલ્હીએ ગુજરાતને 200 રનનો ટાર્ગેટ આપ્યો.
દિલ્હી કેપિટલ્સ (પ્લેઈંગ ઈલેવન): ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, સમીર રિઝવી, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રીસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુસ્તફિઝુર રહેમાન.
વધુ વાંચો: કે.એલ. રાહુલની ધમાકેદાર સદી, IPL 2025માં આવી સિદ્ધિ મેળવનાર બન્યો પ્રથમ બેટર
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અરશદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT