બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / શું તમને IPLના ઈતિહાસની પ્રથમ મેચ યાદ છે?, RCB સામે બ્રેન્ડન મેક્કુલમે રમી હતી તોફાની ઈનિંગ
Last Updated: 11:04 AM, 18 April 2025
IPL Anniversary: ઇન્ડિયન પ્રીમિયર લીગના મોડેલને અપનાવવાનો અન્ય દેશોએ પણ પ્રયાસ કર્યો, પરંતુ તેમને વધારે સફળતા મળી નહીં. અત્યાર સુધી આઈપીએલની 17 સીઝન થઈ છે અને હાલમાં 18મી સીઝન ચાલી રહી છે. આજે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થવાનો છે.
ADVERTISEMENT
IPL Anniversary 18 April: ભારતીય ક્રિકેટના દાયકાઓ જૂના ઇતિહાસમાં 18 એપ્રિલનો દિવસ ખૂબ જ ખાસ છે. વર્ષ 2008 માં આજના દિવસે વિશ્વની સૌથી મોટી T20 લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની શરૂઆત થઈ હતી. આઈપીએલના ઉદઘાટન મુકાબલાની શરૂઆતની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાઈ હતી. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી જ મેચમાં ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમનો જલવો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
...મેક્કુલમના તોફાનમાં આરસીબી ધ્વસ્ત થઇ
ADVERTISEMENT
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે બ્રેન્ડન મેક્કુલમ ઓપનિંગ કરવા આવ્યો અને રનોનો વરસાદ વરસાવ્યો હતો. મેક્કુલમે માત્ર 73 બોલમાં અણનમ 158 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેના બેટમાંથી 13 છગ્ગા અને 10 ચોગ્ગા લાગ્યા. મેક્કુલમની યાદગાર ઇનિંગ્સના આધારે સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળના KKR એ ત્રણ વિકેટે 222 રન બનાવ્યા.
ADVERTISEMENT
જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આખી ટીમ 15.1 ઓવરમાં માત્ર 82 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને 140 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. તે મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નેતૃત્વ રાહુલ દ્રવિડે કર્યું હતું, જે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ (RR) ના વર્તમાન મુખ્ય કોચ છે. મેક્કુલમને તેની ઐતિહાસિક ઇનિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આઈપીએલની પહેલી સીઝન રાજસ્થાન રોયલ્સે જીતી હતી. ઓસ્ટ્રેલિયાના સ્પિનર શેન વોર્નની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બનવામાં સફળ થયું. ત્યારે રાજસ્થાન રોયલ્સે ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 3 વિકેટથી હરાવ્યું. તે મેચ 1 જૂન 2008ના નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાઈ હતી. તે મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં હતી. ધોની વર્તમાન IPL સિઝનમાં ઋતુરાજ ગાયકવાડની હકાલપટ્ટી બાદ CSKનું નેતૃત્વ પણ કરી રહ્યો છે.
આઈપીએલની પહેલી સીઝન ખૂબ જ સફળ અને રોમાંચક રહી. પાછળથી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ તરફ ચાહકોનો ઝુકાવ એટલો વધી ગયો કે આ લીગ લોકપ્રિયતાના શિખરે પહોંચી ગઈ. આઈપીએલ લલિત મોદીનો વિચાર હતો. ગ્લૈમર અને ચકાચાંદની આ લીગમાં એટલા બધા પૈસાનો વરસાદ થયો કે દુનિયા જોતી રહી. IPL એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની આવકમાં અનેકગણો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં અન્ય દેશોના બોર્ડ આર્થિક રીતે BCCI કરતા ઘણા પાછળ રહી ગયા.
ADVERTISEMENT
...આઈપીએલ વિવાદો સાથે પણ જોડાયુ
બાદમાં અન્ય દેશોએ પણ IPL મોડેલ અપનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને વધારે સફળતા મળી નહીં. અત્યાર સુધીમાં IPLની 17 સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને 18મી સીઝન ચાલી રહી છે. ખાસ વાત એ છે કે આજે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાશે. આઈપીએલનું ઉદ્ઘાટન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ થયું હતું.
આ પણ વાંચોઃ IPL 2025 / આજે કિંગ્સ અને રોયલ વચ્ચે જોરદાર મુકાબલો, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ અને પીચ રિપોર્ટ
આઇપીએલની મેચો હિટ બનતી ગઇ હતી પરંતુ બીજી તરફ લીગ પણ ઘણા વિવાદોથી ઘેરાયેલી રહી. આઇપીએલ 2010 ની ફાઇનલ પછી લલિત મોદીને BCCI તરફથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો. લલિત મોદી પર મની લોન્ડરિંગ સહિત અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે લલિત મોદી 2008 થી 2010 સુધી એટલે કે પહેલા ત્રણ સીઝનમાં IPLના ચેરમેન અને કમિશનર હતા. ત્યારબાદ સૌથી મોટો વિવાદ 2013 માં આવ્યો, જ્યારે રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો. તત્કાલીન બીસીસીઆઇ પ્રમુખ એન. શ્રીનિવાસનના જમાઈની ગેરકાયદે સટ્ટાબાજીમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.