બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / ફક્ત 100 રૂપિયામાં માણી શક્શો IPLનો રોમાંચ! આ કંપની આપી રહી છે શાનદાર ઑફર્સ
Last Updated: 08:37 AM, 16 March 2025
IPL 2025 ની પહેલી મેચ 22 માર્ચે રમાવાની છે અને હવે IPL ની શરૂઆત માટે ઘણાં ઓછા દિવસો બાકી રહ્યા છે. આ વખતે તમે ફક્ત 100 રૂપિયાનો ખર્ચ કરીને IPL ના મેચનો આનંદ માણી શકો છો. Jio પોતાના ગ્રાહકો માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. આ ઓફર હેઠળ માત્ર 100 રૂપિયામાં જ તમને JioHotstar નું સબ્સ્ક્રિપ્શન મળશે. IPL ના મેચની ઑનલાઇન સ્ટ્રિમિંગ JioHotstar પર થવાની છે.
ADVERTISEMENT
JioHotstar નું સબ્સ્ક્રિપ્શન
માત્ર 100 રૂપિયા ચૂકવીને તમે JioHotstar નું સબ્સ્ક્રિપ્શન તો મેળવી જ શકો છો, પણ સાથે સાથે આ રિચાર્જ પ્લાનમાં તમને ડેટાનો પણ લાભ મળશે. આમ, આ તમારા માટે એક સસ્તી અને વ્યાજબી ડીલ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સૌથી સસ્તી સબ્સ્ક્રિપ્શન ઑફર
ગ્રાહકોને Jio ના આ પ્લાનમાં 5GB ડેટા મળશે. એટલે કે, JioHotstar નું સબ્સ્ક્રિપ્શન લઈને તમે IPLની મેચ ઉપરાંત વેબ સિરીઝ પણ માણી શકો છો. જોકે, જો તમારો ડેટા સમાપ્ત થઈ જાય, તો ઇન્ટરનેટ સ્પીડ 64kbps સુધી ઘટી જશે.
100 રૂપિયા રિચાર્જની વેલિડિટી
આ પ્લાનની ખાસિયત એ છે કે, તે 90 દિવસની માન્યતા સાથે આવશે. એટલે કે, માત્ર 100 રૂપિયામાં તમે 90 દિવસ સુધી JioHotstar પર મેચ જોઈ શકો છો. જોકે, આ પ્લાનમાં વોઇસ કોલિંગ અને SMS સર્વિસ ઉપલબ્ધ નથી. તમને માત્ર 5GB ડેટાનો જ લાભ મળશે.
JioHotstar સબ્સ્ક્રિપ્શન સાથે રિચાર્જ પ્લાન
તમે MyJio APP ને Google Play Store અથવા Apple App Store પરથી ડાઉનલોડ કરીને આ રિચાર્જ કરી શકો છો. જો તમે કોઈ થર્ડ પાર્ટી પ્લેટફોર્મથી રિચાર્જ કરશો, તો તમને પ્લેટફોર્મ ફી ચૂકવી પડી શકે.
વધુ વાંચો: IPL મેચની ટિકિટના ભાવમાં વધારો, વિદ્યાર્થીઓને મળશે માત્ર 500 રૂપિયામાં, જાણો કેવી રીતે
તમે જાણતા જ હશો કે IPL ની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ પ્લાન દ્વારા તમે ખૂબ જ ઓછી કિંમતમાં મેચ જોઈ શકશો. અને 90 દિવસ સુધી IPL ના મેચની ફૂલ ઑન મજા માણી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટ / શમી બાદ વધુ એક ભારતીય ક્રિકેટરની વધી મુશ્કેલી, પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.