બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: જેના બેટ પર લખેલું છે 'HP33', એ ખેલાડીને મળતા જ હાર્દિક પંડ્યાએ જુઓ કેવું રિએક્શન આપ્યું
Last Updated: 01:35 PM, 15 March 2025
વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આજે રમાવાની છે. દરમિયાન ગુજરાત જાયન્ટ્સની ફાસ્ટ બોલર કાશ્વી ગૌતમ ચર્ચામાં આવી ગઈ છે. ગુજરાત જાયન્ટ્સની ફાસ્ટ બોલર કાશ્વી ગૌતમે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્યારે મુંબઈમાં વિમેન્સ પ્રીમિયર લીગ પ્લેઓફ મેચ દરમિયાન કાશ્વી ગૌતમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના આઈડલ હાર્દિક પંડ્યાને મળીને ખુશ જણાઈ રહી છે.
ADVERTISEMENT
બ્રેબોર્ન સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) એલિમિનેટર દરમિયાન કાશ્વી ગૌતમનું સપનું સાકાર થઈ ગયું, જયારે તે પોતાના આઈડલ હાર્દિક પંડ્યાને મળી. ગુજરાત જાયન્ટ્સની મિડિયમ પેસર બોલર કાશ્વી ગૌતમને હાર્દિક સાથે વાતચીત કરવાની તક મળી, જે હવે વાયરલ થઈ રહી છે.
Brb, watching KG's fan moment on loop 🤌#MIvGG #TATAWPL2025 #GujaratGiants #BringItOn #Adani pic.twitter.com/V741KnRVHF
— Gujarat Giants (@Giant_Cricket) March 14, 2025
ADVERTISEMENT
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની મેચ જોવા માટે તેના સાથી ખેલાડીઓ સાથે સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો. ત્યારે હાર્દિક અને કાશ્વીની મુલાકાત થઈ, જે દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ થઈ, જે પછી તે ખૂબ જ ખુશ દેખાઈ હતી.
બંનેની મુલાકાત દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી. હાર્દિકને મળીને કાશ્વીએ કહ્યું, "બિગ ફેન, સર." જેના પર હાર્દિકે સામે પૂછ્યું - સબ બઢિયા?, જેના પર તેણીએ ઉત્સાહથી જવાબ આપ્યો - "જી હાં બહુત બઢિયા." આ પછી બંને વચ્ચેની વાતચીત ક્રિકેટ તરફ વળી ગઈ, અને હાર્દિક જાણવા માંગતો હતો કે તેની WPL સીઝન કેવી રહી. જેના પર કાશ્વીએ કહ્યું - બહુત અચ્છા થા. એ જ દરમિયાન ગુજરાત જાયન્ટ્સની હરલીન દેઓલ પણ આ બંનેની વાતચીતમાં જોડાઈ અને હાર્દિકને કહ્યું કે કાશ્વી ફક્ત તેમને આઈડલ જ નથી માનતી, પણ વારંવાર તેમની નકલ પણ કરે છે. જેના પર હાર્દિકે પૂછ્યું - તુમ બેટિંગ ભી કરતી હો? ત્યારે કાશ્વીએ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો - હાં, બેટિંગ ભી કરતી હૂં.
પછી હરલીન દેઓલે મજાકમાં કહ્યું - HP33 લિખવાયા હૈ બેટ પે, જે સાંભળીને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હસવા લાગ્યો. બંનેની ચર્ચા ટેકનિકલ પાસાઓ સુધી આગળ વધી, જ્યારે પંડ્યાએ તેના બેટનું વજન પૂછ્યું. કાશ્વીએ જવાબ આપ્યો, "1100." તેના સમર્પણની પ્રશંસા કરતા, પંડ્યાએ ઉષ્માભર્યું વચન આપ્યું- "મૈં ભીજવતા હૂં. નાઈસ ટુ મીટ યુ. ગુડ લક." વાતચીત પછી કાશ્વીને તેની સાથી ખેલાડીઓએ ગળે લગાવી લીધી.
દરમિયાન, મેદાન પર, મુંબઈ ઇન્ડિયન્સે નેટ સાયવર-બ્રન્ટ (41 બોલમાં 77) અને હેલી મેથ્યુઝ (50 બોલમાં 77) ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી સતત બીજી WPL ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી. તેમની શક્તિશાળી ઇનિંગે MI ને 213/4 ના મજબૂત સ્કોર સુધી પહોંચાડી, જેમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે 12 બોલમાં 36 રન બનાવીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી દીધી.
આ પણ વાંચો: 'મને ધમકીભર્યા ફોન આવ્યા, લાગ્યું કે બધું...', ટીમ ઈન્ડિયાના ખેલાડીનો ચોંકાવનારો ખુલાસો
ગુજરાત જાયન્ટ્સ છેલ્લી ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ત્રણ રન આઉટથી તેમની મુશ્કેલીઓમાં વધારો થયો, જ્યારે મેથ્યુઝે સાથે પણ બે મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી. આ જીત સાથે, મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ પર પોતાનો પ્રભાવશાળી રેકોર્ડ વધાર્યો, WPL ઇતિહાસમાં સતત સાતમી જીત મેળવી. હવે તેઓ 15 માર્ચે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સનો સામનો કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / Video: 17 વર્ષીય બેટ્સમેન આયુષ મ્હાત્રેની તોફાની બેટિંગ જોઇ સ્ટેડિયમમાં જ રડી પડ્યો આ યંગ બૉય
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.