બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:29 AM, 18 March 2025
પાછલા સિઝનમાં ટીમ મેનેજમેન્ટે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો, પરંતુ 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. હવે IPLના સત્તાવાર એકાઉન્ટ દ્વારા એક તસવીર શેર કરવામાં આવી છે, જેમાં તમામ ટીમના કેપ્ટનસ દર્શાવવામાં આવ્યા છે. આ તસવીરમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હાર્દિક પંડ્યાનો ચહેરો જોવા મળી રહ્યો છે, જે એ દિશામાં મોટો ઈશારો છે કે 2025 સિઝન માટે પણ હાર્દિક જ કેપ્ટન રહેશે.
ADVERTISEMENT
મુંબઇ ઈન્ડિયન્સનું 2024 સિઝનમાં પ્રદર્શન
પાછલા સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હતું. ટીમે કુલ 14 મેચ રમી હતી, જેમાંથી ફક્ત 4 મેચમાં વિજય મેળવ્યો હતો અને 10 માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે પોઈન્ટ્સ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા સ્થાન પર રહી હતી અને માત્ર 8 પોઈન્ટ્સ મેળવી શકી હતી. 2023માં ટીમ પ્લેઑફ સુધી પહોંચી હતી, પરંતુ 2024માં તેનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું.
ADVERTISEMENT
It's the talk of the town! 🤩
— IndianPremierLeague (@IPL) March 17, 2025
We are only 5⃣ days away from the start of #TATAIPL 2025 🥳
Which contest excites you the most? 🤔 pic.twitter.com/rii79EpQwt
હાર્દિક પંડ્યાનો IPLમાં ધમાકેદાર રેકોર્ડ
હાર્દિક પંડ્યાએ IPLમાં અત્યાર સુધી 137 મેચ રમી છે, જેમાં તેમણે કુલ 2525 રન બનાવ્યા છે અને 10 હાફ સેન્ચુરી બનાવી છે. તે સિવાય હાર્દિકે બોલિંગમાં 64 વિકેટ પણ મેળવી છે. અનેક વખત તેઓએ IPLમાં પોતાનું ધમાકેદાર પ્રદર્શન કર્યું છે, જેનાથી તેઓ T20 ફોર્મેટમાં એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે.
વધુ વાંચો: IPL 2025 પહેલા ગુજરાત ટાઇટન્સની ટીમમાં મોટો ફેરફાર, BCCI તરફથી પણ મળી લીલી ઝંડી
આવી સ્થિતિમાં IPL 2025માં હાર્દિક પંડ્યા ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સની આગેવાની કરશે એવું લાગી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.