બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:35 PM, 4 November 2024
જ્યારે ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવાયા ત્યારે ચાહકોને આશા હતી કે ટીમ સારૂ પ્રદર્શન કરશે. પરંતુ હેડ કોચ બનતાની સાથે જ કંઈક જુદી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા પહેલા તો શ્રીલંકન ટીમ સામે ઓડીઆઈ સીરીઝ હારી ગઈ અને હવે રોહિત એન્ડ કંપનીને તેના જ ઘરઆંગણે ટેસ્ટ સીરીઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો, હવે ટીમ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ક્લીન સ્વીપ હાર બાદ ગૌતમ ગંભીર અંગે પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પીટીઆઈના અહેવાલો અનુસાર, ગૌતમ ગંભીર માટે BCCIનો એક મોટો નિયમ તોડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ગંભીર માટે નિયમ તૂટી ગયો!
હાલમાં જ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના પ્લેયર્સની પસંદગી થઇ અને આ પસંદગી સમિતિની બેઠકમાં BCCIનો એક મોટો નિયમ તોડવામાં આવ્યો. બીસીસીઆઈની રૂલ બુક મુજબ મુખ્ય કોચ પસંદગી સમિતિનો ભાગ ન હોઈ શકે પરંતુ ગૌતમ ગંભીરે બોર્ડર-ગાવસ્કર શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમની પસંદગી સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. ગૌતમ ગંભીરની સલાહ પર હર્ષિત રાણાને ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. હર્ષિત રાણાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો વધુ અનુભવ નથી પરંતુ તેમ છતાં ઓસ્ટ્રેલિયા જેવા મોટા પ્રવાસ માટે ખેલાડીની પસંદગી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
બીસીસીઆઈના અધિકારીઓ ગંભીર સાથે સહમત ન હતા
માત્ર બોર્ડર-ગાવસ્કર સિરીઝ માટે જ નહીં પરંતુ મુંબઈમાં યોજાનારી ટેસ્ટ મેચ માટે પણ ગૌતમ ગંભીરે એક એવો નિર્ણય લીધો જેનાથી બીસીસીઆઈના અધિકારીઓ ખુશ નહોતા. વાસ્તવમાં, ગૌતમ ગંભીરે જ મુંબઈ ટેસ્ટમાં સ્પિન ફ્રેન્ડલી પિચ બનાવવાનો નિર્ણય લીધો હતો. બીસીસીઆઈના અધિકારીઓ આ સાથે સહમત ન હતા. ખાસ કરીને એટલા માટે કારણ કે પુણેની આવી જ પીચ પર ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો
બેટિંગ ઓર્ડરને લઈને ગૌતમ ગંભીરના નિર્ણયો પસંદ ન આવ્યા
ગંભીરે પિચને સ્પિન ફ્રેન્ડલી બનાવડાવી પરંતુ તેમ છતાં તેણે બે ઝડપી બોલરોને તક આપી હતી. ઉપરાંત, બીસીસીઆઈના અધિકારીઓને બેટિંગ ઓર્ડરને લઈને ગૌતમ ગંભીરના નિર્ણયો પસંદ ન આવ્યા. હવે જો ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડે અને તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય તો સિનિયર ખેલાડીઓ જ નહીં પરંતુ ગૌતમ ગંભીર પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
આ પણ વાંચોઃ IPL 2025: કોણ છે IPLનો આ ખેલાડી, જે એક સમયે 20 લાખમાં રમ્યો હતો, અને હવે માત્ર આટલાં કરોડ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy 2025 / ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે ટૂર્નામેન્ટ
Champions Trophy 2025 / ચેમ્પિયન્સ ટ્રોફી પર મોટું અપડેટ, પાકિસ્તાનની નહીં ચાલે મનમાની, BCCIએ લીધો આકરો નિર્ણય!
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.