બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃત્તિ પરત ખેંચશે? પ્રેમાનંદ મહારાજની વાત માનશે?

ક્રિકેટ / વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃત્તિ પરત ખેંચશે? પ્રેમાનંદ મહારાજની વાત માનશે?

Last Updated: 06:31 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીના ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિ બાદ તેના ચાહકો ખૂબ જ દુઃખી છે. ચાહકો ઈચ્છે છે કે કોઈક રીતે વિરાટ કોહલી પોતાનો નિર્ણય પાછો ખેંચી લે. આ માટે ચાહકોએ હવે પ્રેમાનંદ મહારાજને અપીલ કરી છે.

ભારતીય ક્રિકેટને એક મોટો ફટકો પડ્યો છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મંગળવારે પ્રેમાનંદ મહારાજના આશ્રયમાં પહોંચ્યા હતા. વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજનો મોટો ભક્ત છે. તે અવાર નવાર મહારાજના આશીર્વાદ લેવા માટે જાય છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદના આશ્રમમાં લગભગ 2 કલાક રોકાયા હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રેમાનંદ મહારાજ સાથેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન વિરાટ કોહલીના હજારો ચાહકોએ પ્રેમાનંદ મહારાજને વિનંતી કરવાનું શરૂ કર્યું કે તેઓ વિરાટને ટેસ્ટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવા માટે મનાવી લે.

તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા વૃંદાવન પહોંચ્યા હોય. વર્ષ 2023 ની શરૂઆતમાં અને આ વર્ષે જાન્યુઆરીમાં, બંને વૃંદાવન પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

ચાહકોએ માંગ કરી

વિરાટ કોહલીની નિવૃત્તિને લઈને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. વિરાટ કોહલીના ચાહકો આ સ્ટાર બેટ્સમેનને નિવૃત્તિ પાછી ખેંચવા વિનંતી કરી રહ્યા છે. હવે કેટલાક ચાહકોએ આ માટે પ્રેમાનંદ મહારાજને અપીલ કરી છે, કારણ કે વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજનો મોટો ભક્ત છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ગુરુજી, તમે કૃપા કરીને વિરાટને તેની નિવૃત્તિ પાછી લેવાનું સમજાવો. અન્ય એક યુઝરે કહ્યું, ભૈયા, દસ હજાર રન બનાવવાના વચનનું શું થયું?

એક યુઝરે લખ્યું, જ્યારે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ત્યારે એવું લાગ્યું કે મારી ક્રિકેટ સ્ટોરીનું સૌથી સુંદર ચેપ્ટર સમાપ્ત થઈ ગયું છે. મેં તેને તે દિવસથી જોયો છે જ્યારે તેણે પહેલીવાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી. તેની આંખોમાં તે આગ, તેની છાતીમાં જુસ્સો અને દરેક રન માટે લડવાનો ઉત્સાહ.

વધુ વાંચો : VIDEO : ટેસ્ટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ અનુષ્કા અને વિરાટ પહોંચ્યા, પ્રેમાનંદ મહારાજના લીધા આર્શીવાદ

વિરાટે ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી

વિરાટ કોહલીએ 12 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી લગભગ 14 વર્ષ લાંબી રહી છે. આ સમયગાળા દરમિયાન, તેમણે 123 ટેસ્ટ મેચની 210 ઇનિંગ્સમાં 30 સદી અને 31 અડધી સદી સાથે 9230 રન બનાવ્યા. 36 વર્ષીય વિરાટે છેલ્લે આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો. જ્યાં ટીમ ઈન્ડિયાને 5 મેચની શ્રેણીમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ViratKohli ViratKohliRetirement PremanandMaharaj
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ