બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / T20માં સંન્યાસ બાદ ભક્તિમાં લીન થયો વિરાટ કોહલી, શ્રી રામની ધૂન પર થયો ધ્યાન મગ્ન, જુઓ વીડિયો
Last Updated: 01:20 PM, 16 July 2024
બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જૂનો છે અને જયારે એમાં પણ જયારે પાવર કપલની વાત કરવામાં આવે ત્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું નામ પણ લેવામાં આવે છે. ત્યારે હવે આ પાવર કપલ વિશે ચર્ચાઓ ઉઠી છે કે વિરાટ અને અનુષ્કા હવે લંડન શિફ્ટ થઈ ગયા છે. જણાવી દઈએ કે વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ જીતવાની ઉઠ્વની કરીને તરત લંડન કેમ ચાલ્યા ગયા. ક્રિકેટર અને અભિનેત્રી બંને હાલમાં પોતાના બાળકો સાથે લંડનમાં છે. જો કે તેઓના લંડન શિફ્ટ થવા અંગે કોઈ સત્તાવાર જાણકારી નથી. વિરાટ અને અનુષ્કાને ભગવાનમાં અપાર શ્રદ્ધા છે. તેઓ ઘણીવાર દેશના ઘણા યાત્રાધામોના દર્શને પહોંચ્યા છે. ત્યારે હવે વિદેશની ધરતી પર પણ તેઓ ભક્તિ કરતા દેખાયા છે.
ADVERTISEMENT
ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલીએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ત્યારે વર્લ્ડ કપ પૂરો થયા બાદ વિરાટ હવે પત્ની અનુષ્કા અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. હાલમાં જ તે કૃષ્ણ દાસ કિર્તનમાં જોવા મળ્યો. જ્યાં વિરાટ આંખો બંધ કરીને જાપ કરતો જોવા મળ્યો, તો અનુષ્કા તાળીઓ પાડીને શ્રી રામ-જય રામ જય જય રામનાં જાપ કરતી જોવા મળી.
Bhagwan naam mein magan apne king virat kohli.. the reason for his new found maturity and focus.. pic.twitter.com/TAO07sAus8
— Keh Ke Peheno (@coolfunnytshirt) July 15, 2024
ADVERTISEMENT
વિરાટ અને અનુષ્કાનો નવો વીડિયો વાયરલ
વિરાટ અને અનુષ્કાનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભગવાન પ્રત્યેનો તેમનો પ્રેમ અને સમર્પણ દેખાઈ રહ્યું છે. આ વીડિયોમાં વિરાટ કેઝ્યુઅલ ટી-શર્ટ, ચશ્મા અને કેપ પહેરેલો દેખાય છે, જ્યારે અનુષ્કાએ સાદી ટી-શર્ટ પહેરી છે. વિરાટ આંખો બંધ કરીને રામ નામનો જાપ કરી રહ્યો છે, તો સાથે અનુષ્કા પણ ભક્તિમાં ડૂબેલી દેખાઈ રહી છે. તાળીઓ સાથે તે શ્રી રામ-જય રામ જય જય રામના જાપ કરી રહી છે.
લંડન શિફ્ટ થવાની છે ચર્ચાઓ
જણાવી દઈએ કે કથિત રીતે અનુષ્કા શર્માએ પોતાની પ્રેગ્નેન્સીના ઘણા મહિનાઓ લાઈમલાઈટથી દૂર લંડનમાં વિતાવ્યા. તેમના પુત્ર અકાયનો જન્મ લંડનમાં થયો. આવી ઘટનાઓને જોડીને, ચાહકો એવું અનુમાન કરી રહ્યા છે કે અનુષ્કા અને વિરાટ લંડનમાં એક નવું ઘર બનાવી રહ્યા છે અને વિરાટ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લે એ પછી તેઓ હંમેશા માટે ત્યાં જઈ શકે છે. વિરાટ અને અનુષ્કાએ હજુ સુધી આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો: યુવરાજ, રૈના, હરભજનના 'તૌબા-તૌબા' ડાન્સનો ભારે વિરોધ, તાત્કાલિક માંગવી પડી માફી
6 વર્ષ પછી ફિલ્મોમાં વાપસી કરશે અનુષ્કા
જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા છેલ્લે વર્ષ 2018માં શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. અભિનેત્રી અનુષ્કા શર્મા હવે છકડા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મ ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર બનેલી બાયોપિક છે. આ ફિલ્મથી અભિનેત્રી 6 વર્ષ પછી ફિલ્મોમાં વાપસી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT