બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / VIDEO : KKRના સ્ટાર ખેલાડીનું બેટ ટેસ્ટમાં ફેલ, ચાલુ મેચમાં અમ્પાયરે કરી મોટી કાર્યવાહી

IPL 2025 / VIDEO : KKRના સ્ટાર ખેલાડીનું બેટ ટેસ્ટમાં ફેલ, ચાલુ મેચમાં અમ્પાયરે કરી મોટી કાર્યવાહી

Last Updated: 03:40 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઇડર્સના સ્ટાર ખેલાડી સુનીલ નારાયણની બેટ ચેક દરમિયાન નિષ્ફળ ગયાની ઘટના સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ છે. પંજાબ કિંગ્સ સામેના મેચ દરમિયાન નારાયણનું બેટ આઈપીએલના નિયમોના ઉલ્લંઘન કરતાં જોવા મળ્યું હતું. આ ઘટનાને પગલે ઇન્ટરનેટ પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું નારાયણે ગેરકાયદેસર બેટનો ઉપયોગ કરીને બોલર સામે રન બનાવ્યા છે? જાણો શું હતી ઘટના?

સુનીલ નારાયણ બેટ ચેક દરમિયાન નિષ્ફળ

સુનીલ નારાયણ માત્ર તેમની શાનદાર સ્પિન બોલિંગ માટે નહીં, પરંતુ તેમની વિસ્ફોટક બેટિંગ માટે પણ જાણીતા છે. જોકે, મંગળવારે ચંડીગઢમાં પંજાબ કિંગ્સ સામે રમાયેલ મેચ દરમિયાન તેમને થોડી શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે બેટ ચેક દરમિયાન તેમનું બેટ નિષ્ફળ ગયું. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલએ ખેલાડીઓને અન્યાયી લાભ થતો અટકાવવા માટે બેટની અચાનક તપાસ શરૂ કરી છે. જ્યારે નારાયણના બેટની તપાસ કરવામાં આવી ત્યારે જણાયું કે તે માન્ય મર્યાદાથી બહાર છે.

નારાયણના બેટની આ તપાસનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું વેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીએ આઈપીએલ 2025 દરમિયાન અત્યાર સુધી ગેરકાયદેસર બેટના સહારે રન બનાવ્યા છે?

વધુ એક ખેલાડી બેટ ચેક દરમિયાન નિષ્ફળ

પંજાબ અને કોલકાતા વચ્ચેના મેચ દરમિયાન કોલકાતાના એક વધુ ખેલાડી બેટ ચેકમાં નિષ્ફળ રહ્યા. આ ખેલાડી એનરિક નોર્કિયા હતા, જેઓ મેચના અંતિમ તબક્કામાં બેટિંગ કરવા ઉતર્યા હતા. તેમને પણ નારાયણની જેમ સૂચના આપવામાં આવી અને તેમનું બેટ બદલવામાં આવ્યું.

રિઝર્વ અમ્પાયર સૈયદ ખાલિદ દ્વારા તપાસ કરવામાં આવી

કોલકાતા ખેલાડીઓના બેટની ચકાસણી રિઝર્વ અમ્પાયર સૈયદ ખાલિદ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે નારાયણને જણાવાયું કે તેમનું બેટ માન્ય મર્યાદાથી બહાર છે ત્યારે તેઓ રિઝર્વ અમ્પાયરના સાથે થોડી ચર્ચા કરતાં પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન KKRના યુવા ખેલાડી અંગકૃષ રઘુવંશીનું પણ બેટ ચેક કરવામાં આવ્યું હતું અને તેઓ સફળ રહ્યા હતા.

BCCI દ્વારા નિર્ધારિત કરાયેલા નિયમો

BCCI દ્વારા નિર્ધારિત કરાયેલા નિયમો મુજબ બેટના આગળના ભાગની પહોળાઈ 10.79 સે.મી.થી વધુ ન હોવી જોઈએ. બ્લેડની જાડાઈ પણ ચકાસવામાં આવે છે જે 6.7 સે.મી.થી વધુ ન હોવી જોઈએ. બેટના ધારની પહોળાઈ 4 સે.મી.ની અંદર હોવી જોઈએ અને તેની લંબાઈ 96.4 સે.મી.થી વધુ ન હોવી જોઈએ.

વધુ વાંચો: પર્પલ કેપ માટે કુલદીપની મોટી છલાંગ, તો ઓરેન્જ કેપની લિસ્ટમાં પણ થયો મોટો ફેરફાર

આઈપીએલ 2025 શરૂ થયા પછીથી અનેક મેચોમાં બેટની ચકાસણી કરવામાં આવી છે. અધિકારીઓએ ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં જઈને પણ આ ફરજિયાત તપાસ કરી છે. જોકે કેટલીક મેચોમાં મેદાન પર જ ચકાસણી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sunil Narine IPL 2025 failed bat check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ