બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / એક સમયે પિતાએ જમીન વેચી નાખેલી, ધંધો પણ ઠપ થઇ ગયેલો, કંઇક આવું હતું વૈભવ સૂર્યવંશીનું કરિયર
Last Updated: 11:18 AM, 29 April 2025
14 વર્ષનો 'વંડર બોય' વૈભવ સુર્યવંશીએ આક્રમક બેટિંગની નવી વ્યાખ્યા આપી છે. તેણે IPLમાં શતક ફટકારીને સૌથી યુવાન બેટ્સમેન બનવાનો ખિતાબ જીત્યો છે. તેની આવી સિદ્ધિ ક્રિકેટ પ્રેમીઓ વર્ષો સુધી ભૂલી નહીં શકે અને જ્યાં મેચનું પરિણામ પણ ગૌણ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
સૌથી ઓછી ઉંમરે શતક ફટકારનાર ખેલાડી
ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બૉલમાં શતક ફટકારીને IPL ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરે શતક ફટકારનાર ખેલાડી બનનાર વૈભવ સુર્યવંશી (ઉમર 14 વર્ષ)એ કહ્યું કે, છેલ્લા ત્રણથી ચાર મહિનાથી તે આ માટે ખુબ જ મહેનત કરી રહ્યો હતો અને તેનું ફળ હવે મળ્યું છે. તેના શતકના દમ પર રાજસ્થાન રોયલ્સે 210 રનનો લક્ષ્યાંક માત્ર 25 બોલ બાકી રહે ત્યારે હાંસલ કરી લીધો.
ADVERTISEMENT
છેલ્લા 3-4 મહિનાથી મહેનત
જીત પછી તેણે કહ્યું, “ખુબ જ સારું લાગી રહ્યું છે. આ મારી ત્રીજી ઈનિંગ છે અને IPLમાં મારું પહેલું શતક છે. છેલ્લાં ત્રણથી ચાર મહિનાથી હું આ માટે મહેનત કરી રહ્યો હતો અને આજે તેનું પરિપૂર્ણ પરિણામ મળ્યું છે. હું મેદાનને વધારે જોતો નથી, બસ બૉલ પર ધ્યાન રાખું છું.”
સુર્યવંશીએ કહ્યું, “IPLમાં શતક ફટકારવું એ સપનાં જેવું છે.” જ્યારે પૂછવામાં આવ્યું કે શું હવે બોલરો તેને નિશાન બનાવશે તેવી બીક છે? ત્યારે તેણે કહ્યું, “ના, કશી બીક નથી. હું એ વિષે વિચારતો પણ નથી, બસ રમવા પર ફોકસ કરું છું.”
𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗
— IndianPremierLeague (@IPL) April 29, 2025
He announced his arrival to the big stage in grand fashion 💯
It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨
Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 https://t.co/8lFXBm70U2
35 બોલમાં શતક
સુર્યવંશીએ 35 બોલમાં શતક ફટકાર્યું, જેમાં તેણે 11 સિક્સર અને 7 ફોર મારી. આ IPL ઇતિહાસનો બીજો સૌથી ઝડપી શતક છે. સાથે જ એ મેન્સ માટેની T-20 ક્રિકેટમાં શતક ફટકારનાર સૌથી યુવાન ખેલાડી પણ બન્યો છે. તે 37 બોલમાં 101 રન બનાવીને આઉટ થયો.
રોજ 600 બોલનો અભ્યાસ
10 વર્ષની ઉમરે પટણામાં રોજ 600 બોલ રમતા સુર્યવંશી 16-17 વર્ષના નેટ બૉલર્સનો સામનો કરતા. તેમની તાલીમ માટે તેમના પિતા સંજીવ સુર્યવંશી ખાસ 10 વધારાના ટિફિન લાવતા. તેમની આ બધી મહેનત આજે સફળ સાબિત થઈ છે. સવારે ચાર વાગે ઉઠીને ટિફિન તૈયાર કરતી માતા પણ આજે ખુબ જ ખુશ છે.
Special. Scintillating. Suryavanshi 🙌✨
— IndianPremierLeague (@IPL) April 28, 2025
For his record-smashing 1⃣0⃣1⃣(38), Vaibhav Suryavanshi is adjudged the Player of the Match 🩷
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/RQA5hxmTXE
વધુ વાંચો: Video: વૈભવે સદી ફટકારતા જ વ્હીલચેયર છોડી રાહુલ દ્વવિડે આપ્યા ગજબ રિએક્શન, વીડિયો વાયરલ
પિતા એ જમીન વેચી
પોતાના બાળકના ક્રિકેટના સપનાને સાકાર કરવા માટે પોતાની જમીન વેચી નાખનાર સુર્યવંશી પરિવારની આ સંઘર્ષભરી સફળતાની કહાણી હવે આગામી સમયમાં ક્રિકેટના દંતકથાઓનો હિસ્સો બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.