બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:36 PM, 23 March 2025
IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ રમાઈ છે, પણ એક ટીમને પોતાના સ્ક્વોડમાં ફેરફાર કરવા મજબૂર થવું પડયું છે. હકીકતમાં, લખનઉ સુપર જાયન્ટ્સનો એક સ્ટાર ઝડપી બોલર ઇજાને કારણે આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
ADVERTISEMENT
લખનઉ સુપર જાયન્ટ્સએ આ ખેલાડીને ઓક્શન પહેલા જ રિટેઇન કર્યો હતો. એવામાં LSGએ તરત જ તેની જગ્યાએ એક નવો ખેલાડી સામેલ કર્યો છે. BCCIએ પણ આ બદલાવને મંજૂરી આપી છે.
લખનઉ સુપર જાયન્ટ્સમાં મોટો ફેરફાર
ADVERTISEMENT
લખનઉ સુપર જાયન્ટ્સના ઝડપી બોલર મોહસિન ખાને ઘૂંટણના લીગામેન્ટની ઇજાના કારણે આખા સીઝન માટે બહાર થઈ ગયા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ કોઈપણ ક્રિકેટ મેચ રમ્યા નથી. લખનઉ સુપર જાયન્ટ્સના ટ્રેનિંગ કેમ્પમાં બોલિંગ કરતી વખતે તેમના ઘૂંટણમાં ઇજા થઈ હતી, જેના કારણે તેઓ IPL 2025 માંથી બહાર થઈ ગયા છે. LSG એ તેમની જગ્યાએ ઓક્શનમાં અનસોલ્ડ રહેલા મુંબઈના ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યો છે.
IPLની તરફથી જાહેર કરાયેલા પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, લખનઉ સુપર જાયન્ટ્સે ડાબોડી ઝડપી બોલર મોહસિન ખાનની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યો છે, જે ઇજાના કારણે ટાટા IPLના 18મા સીઝનમાંથી બહાર થઈ ગયા છે. અનુભવી ઓલરાઉન્ડર ઠાકુરને રજિસ્ટર્ડ અવેલેબલ પ્લેયર પૂલમાંથી તેમના રિઝર્વ પ્રાઈસ 2 કરોડ રૂપિયામાં સાઈન કરવામાં આવ્યા છે. ભારત માટે તમામ ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઠાકુર પાસે IPLમાં ઘણો અનુભવ છે. તેમણે અત્યાર સુધી પાંચ ફ્રેન્ચાઈઝી માટે 95 મેચ રમેલી છે.
શાર્દૂલ ઠાકુર માટે મોટો મોકો
IPL 2025 ના મેગા ઓક્શન દરમિયાન શાર્દૂલ ઠાકુરને કોઈ ખરીદદાર મળ્યો ન હતો, પણ હવે લખનઉ સુપર જાયન્ટ્સે તેમને એક મોટો મોકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, શાર્દૂલ ઠાકુર છેલ્લા કેટલાક દિવસથી લખનઉની ટીમ સાથે જોડાયેલા હતા. તેથી એમ માનવામાં આવી રહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ ટીમમાં એન્ટ્રી લઈ શકે છે.
વધુ વાંચો: આજે IPLમાં 13 વર્ષનો છોકરો ચમકશે! સંજુ સેમસને યુવા ક્રિકેટરમાં વ્યક્ત કર્યો વિશ્વાસ
લખનઉ સુપર જાયન્ટ્સની મુશ્કેલીઓ હજુ સમાપ્ત થઈ નથી. તેમની ટીમના વધુ બે બોલરો પણ સીઝનમાંથી બહાર થઈ જવાની સંભાવના છે. મયંક યાદવ અને આકાશ દીપ હજી સુધી ટીમ સાથે જોડાયા નથી. તેઓ હાલમાં સેન્ટર ઓફ એક્સિલન્સમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.