બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / જોઇ લો, આ છે IPLમાં સૌથી વધારે પરાજય થનારી 5 ટીમ, RCB તો પહેલેથી જ બદનામ છે!
Last Updated: 04:02 PM, 22 March 2025
IPLની નવી સીઝનની શરૂઆતને લઈને ફૅન્સમાં ઉત્સાહ વધારે છે. IPL 2025 ની ઓપનિંગ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બૅંગલોર વચ્ચે રમાશે. જો કે, સીઝન શરૂ થાય તે પહેલા પહેલા અમે તમને એવી 5 ટીમસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના નામે IPL માં સૌથી વધુ હાર નોંધાઈ છે.
ADVERTISEMENT
દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સ IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ છે. તેમણે કુલ 252 મુકાબલામાંથી 134 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 4 મેચ ટાઈ રહી છે, જ્યારે 2 મુકાબલાઓનો કોઈ પરિણામ આવ્યો નથી.
ADVERTISEMENT
પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સ આ યાદીમાં બીજા નંબરે છે. પંજાબે IPLમાં કુલ 246 મેચ રમી છે, જેમાંથી 133 મેચમાં તેમને હાર મળી છે. ઉપરાંત, 4 મુકાબલા ટાઈ રહ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બૅંગલોર
રોયલ ચેલેન્જર્સ બૅંગલોર, એટલે કે RCBએ કુલ 256 મુકાબલા રમી છે, જેમાંથી 128 મેચમાં તેમને હાર મળેલી છે. સાથે જ 3 મેચ ટાઈ રહ્યા છે, જ્યારે 4 મુકાબલાઓનો કોઈ પરિણામ આવ્યો નથી.
કોલકાતા નાઈટ રાઈડર્સ
કોલકાતા નાઈટ રાઈડર્સ, એટલે કે KKR, 252 મુકાબલામાંથી 117 મેચ હારી છે. 4 મેચ ટાઈ રહ્યા છે, જ્યારે 1 મુકાબલાનું કોઈ પરિણામ આવ્યો નથી.
મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સ IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ હારનારી ટીમોની યાદીમાં પાંચમાં સ્થાને છે. તેમણે રમેલી 261 મેચમાંથી 115માં હારનો સામનો કરવો પડ્યો છે. સાથે જ, 4 મુકાબલાઓ ટાઈ રહ્યા છે.
વધુ વાંચો: સામેની ટીમ પર કાળ બનીને ત્રાટકે છે આ ખેલાડીઓ, જુઓ ઓરેન્જ-પર્પલ કેપ વિનર્સ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રિકેટ / શમી બાદ વધુ એક ભારતીય ક્રિકેટરની વધી મુશ્કેલી, પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.